પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીમાં ખેડુતોની રેલી દરમ્યાન જે હિંસા થઈ, પોલીસ જવાનો પર, વાહનો પર જે હુમલા થયા અને લાલ કિલ્લાને બાનમાં લીધો એ સર્વથા નિંદનીય છે. આ ઘટના પરથી આટલું ફલિત થાય છે કે.. (૧) કોઈ પણ અહિંસક આંદોલન દરમ્યાન તોફાની તત્વો ઘુસીને આંદોલન લોહિયાળ બનાવે છે, અહીં એમ જ થયું.
(૨) હિંસક તત્વોની સામેલગીરીથી ખેડૂત નેતાઓ પોતાને અલગ ગણી હાથ ખંખેરે એ યોગ્ય નથી જ.
(૩) ટ્રેકટર રેલી દરમ્યાન આવી હિંસા સંભવી શકે એ સમજવામાં સરકારનું ગુપ્તચર વિભાગ સરેઆમ નાકામિયાબ રહ્યું
(૪) પ્રજાસત્તાક દિને આ પ્રકારની રેલી યોજાઈ તેને કાબુ કરવામાં પોલીસ તથા અન્ય સુરક્ષા કર્મીઓની ગોઠવણી અપૂરતી હતી.
(૫) આખી વાતને સરકારે હળવાશથી લઈ વધુ પડતો આત્મવિશ્વાસ રાખ્યો.
(૬) કૃષિબીલ સંદર્ભે બે મહિના ઉપરાંતથી ચાલી રહેલા આંદોલન દરમ્યાન ખેડૂત નેતાઓ સાથેની અનેક મંત્રણા બેઠકો નિશ્ફળ ગઈ છે, હવે શું કરવું સરકારને સમજાતું નથી
(૭) સંસદમાં બિલ પસાર કરાવતા પહેલા ખેડૂત નેતાઓ સાથે મંત્રણા કરવા કે એમને વિશ્વાસમાં લેવામાં ન આવ્યા જે સરકાર પક્ષે મિથ્યા અભિમાનનું સૂચક છે.
સુરત -સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.