ફ્રાન્સ: ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) માં 38 વર્ષ બાદ આર્જેન્ટિના(Argentina) એ જીત (Win) મેળવી હતી અને ફ્રાન્સ (France) ફિફા વર્લ્ડ કપ હારી (lost) ગયું હતું. જે બાદ ફ્રાન્સનાં અનેક શહેરોમાં હિંસા (Riots) ફાટી નીકળી છે. આર્જેન્ટિના સામે 4-2થી મળેલી હાર બાદ હજારો ફૂટબોલ ચાહકોમાં નિરાશા સાથે રોષ ફાટી નીકળ્યો હતો. ફ્રાન્સનાં પેરિસ, નાઇસ અને લિયોનમાં ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અનેક વાહનોમાં તોડફોડની સાથે ચાહકોએ પોલીસ સાથે પણ મારામારી કરી હતી. જેના પગલે પોલીસે ટીયર ગેસનાં સેલ છોડ્યા હતા. હિંસાની આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
પોલીસ પર પથ્થર અને ફટાકડા વડે હુમલો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ચાહકો ફ્રાન્સની શેરીઓમાં હંગામો મચાવતા જોવા મળે છે. બીજી તરફ હંગામા બાદ ફ્રાન્સની પોલીસ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા રસ્તા પર ઉતરી આવી હતી, પરંતુ ચાહકોએ તેમની અવગણના કરી હતી અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરો અને ફટાકડા વડે હુમલો કર્યો હતો. એક ટ્વિટર યુઝરે દાવો કર્યો કે, “લિયોનમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તેણે તોફાનીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો.”
પેરિસના રસ્તાઓ પર પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્લ્ડ કપમાં હાર બાદ ફ્રાન્સના ઘણા શહેરોમાં અરાજકતા જોવા મળી હતી. સશસ્ત્ર પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પેરિસના રસ્તાઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા. મેચ બાદ હજારો ફૂટબોલ ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રાન્સની રાજધાનીમાં પ્રખ્યાત ચેમ્પ્સ-એલિસીસ પર રમખાણ પોલીસ ચાહકો સાથે અથડામણ કરી હતી.
અનેક લોકોની ધરપકડ કરાઈ
મળતી માહિતી મુજબ, લિયોનમાં, શહેરમાં હિંસા ફાટી નીકળતાં પોલીસે ફૂટબોલ ચાહકો પર ટીયરગેસના સેલ છોડ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, સમર્થકોએ ટીયર ગેસના હુમલાનો સામનો કરતા પહેલા પોલીસ પર ઝંડા, બોટલો અને ફટાકડા ફેંક્યા હતા. અહેવાલો અનુસાર, શહેરમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આર્જેન્ટિનાએ રવિવારે કતારમાં ફ્રાન્સ સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-2ના સ્કોરથી વિજય મેળવ્યો હતો. 1986માં મેક્સિકો સિટીમાં ડિએગો મેરાડોના પ્રેરિત વિજય બાદ તે દેશનું ત્રીજું વર્લ્ડ કપ ટાઇટલ હતું. તેણે 1978માં પહેલું ટાઇટલ જીત્યું હતું.