World

લંડનમાં હમાસના સમર્થકોની રેલીમાં હિંસા ફાટી નીકળી, 120થી વધુ લોકોની ધરપકડ

નવી દિલ્હી: દર વર્ષે લંડનામાં (London) પ્રથમ વિશ્વયુધ્ધની પૂર્ણાહુતિ નિમિત્તે 11 નવેમ્બરે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગઇકાલે આ દિવસની ઉજવણીના (Celebration) બદલે લંડનમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અસલમાં હમાસના (Hamas) સમર્થકો અને વિરોધીઓની રેલી એક જ સમયે નિકળતા લંડનમાં હિંસા (Violence) ફાટી નિકળી હતી. પોલીસતંત્રની બેદરકારીના કારણે હિંસાએ મોટુ સ્વરુપ ઘારણ કરી લેતા વડાપ્રધાન ઋષિ સુનકે પણ સમગ્ર મામલાની નિંદા કરી હતી.

મળતી માહિતી મુજબ લંડનમાં હમાસના સમર્થનમાં રેલીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ 120થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે સેન્ટ્રલ લંડનમાં લગભગ ત્રણ લાખ પેલેસ્ટાઈનના સમર્થકોએ રેલી કાઢી હતી. બીજીબાજુ દક્ષીણના સમર્થકોએ પણ રેલી કાઢી હતી. પરિણામે બંન્નેે રેલીના સામર્થકો વચ્ચે ઘર્ષણ થતાં હિંસા ફાટી નીકળી હતી. ઘટનાની જાન થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

લંડનમાં હમાસના સમર્થનમાં સૂત્રોચ્ચાર થયા
બ્રિટનમાં દર વર્ષે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની યાદમાં 11 નવેમ્બરના દિવસે યુદ્ધવિરામ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગઇકાલે શનિવારે આ જ દિવસે પેલેસ્ટાઈનના સમર્થકોએ ગાઝામાં યુદ્ધવિરામની માંગ સાથે લંડનમાં રેલી કાઢી હતી. ત્યારે હિંસા ફાટી નીકળતા વડાપ્રધાન ઋષિ સુનકે તેની નિંદા કરી હતી અને હમાસના સમર્થનમાં નીકળેલી રેલીની પણ ટીકા કરી. ઉલ્લેખનીય છે કે રેલી દરમિયાન યહૂદીઓના વિરુધ્ધમાં નારા લગાવવામાં આવ્યા હતા અને લોકોએ હમાસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને હમાસના ઝંડા લહેરાવ્યા હતા.

આ રેલીમાં હિંસા ફાટી નીકળવાની આશંકા પહેલાથી જ હતી પરંતુ લંડન મેટ્રોપોલિટન પોલીસે રેલી પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી હતી. પોલીસનું કહેવું હતુ કે રેલી દરમિયાન આટલા મોટા પાયા પર હિંસા થઈ શકે છે તેનુ અનુમાન તેઓને ન હતુ. આ હિંસા બાદ લંડનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. વડા પ્રધાને પોલીસને આ હિંસાની ગંભીરતાથી તપાસ કરવા સૂચના આપી છે. ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલી રેલીને નફરતની રેલી ગણાવી હતી. ત્યારે બ્રેવરમેનના નિવેદનની લંડનના મેયર દ્વારા પણ ટીકા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલની સરહદમાં ઘૂસીને 1400 લોકોની હત્યા કરી હતી. તેમજ 200થી વધુ લોકોનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર જવાબી હુમલાઓ કર્યા હતા અને હમણા સુધી ઈઝરાયેલના હુમલામાં 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. હવે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની માંગ સમગ્ર વિશ્વમાં ઉઠી રહી છે. જોકે, ઈઝરાયેલના પીએમએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બંધકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય.

Most Popular

To Top