દાહોદ: દેવગઢ બારિયા તાલુકાના નાની અસાયડી ગામે પ્રાથમિક શાળામાં એક થી આઠ વર્ગની વચ્ચે એક જ વર્ગખંડ ચાલુ હોવાથી ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી હતી જાણે તંત્રના પેટનું પાણી ન હાલતા આખરી ગ્રામજનોએ તાળાબંધી કરતાં તંત્ર દોડતું થયું દેવગઢ બારિયા તાલુકાના નાની અસાયડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણ આવેલા છે જેમાં કુલ ૧૪૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ પ્રાથમિક શાળામાં બાળકોને બેસવા માટે ત્રણ ઓરડા હતા તે પછી બે ઓરડા on એકદમ કરી તેને તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ એક થી આઠ ધોરણ વચ્ચે એક જ ઓરડો વધતાં ગ્રામજનોએ પોતાના બાળકોને પૂરતું શિક્ષણ મળી રહે તે માટે આ એક ઓરડાને લઈ અનેક લેખિત રજૂઆતો કરી હતી.
જે લેખિત રજૂઆતમાં શાળામાં ઓરડા નો અભાવ તેમજ શૌચાલય નો પણ અભાવ હોવાનું લેખિતમાં જણાવ્યું હતું અને બાળકો ના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તેમ જોવાઈ રહ્યું હતું જેને લઇ લેખિત રજૂઆત માં સત્વરે જો ઓરડા બાબતેની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આ એક ઓરડાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી તેમ છતાં તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કોઈપણ જાતના યોગ્ય પગલાં ભરવામાં ન આવતા આખરે એક જ વખતમાં 1 થી 8 ધોરણના બાળકોને બેસાડવા બાબતને નહીં અને બાળકોના ભવિષ્ય સાથે ચેલા થતા હોય તેમજ શિક્ષણનો અભાવ રહેતો હોવાથી ગ્રામજનો આજરોજ એક વર્ગખંડને તાળું મારી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો વર્ગખંડની તારો માર્યા હોવાની વાત તાલુકા શિક્ષણ અધિકારી ને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ત્યારે આ બનાવની જાણ જિલ્લા શિક્ષણ અધિકારી ને થતા તેઓ પણ દોડી આવ્યા હતા ત્યારે 1 થી 8 ધોરણ ની આ પ્રાથમિક શાળામાં સ્ટાફ ગણ પૂરેપૂરો હોય જે દિવસ દરમિયાન કયા બાળકને કેટલું શિક્ષણ પૂરું પાડતું હશે તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
ત્યારે ગ્રામજનોની અનેક રજૂઆતો કરવા છતાં પણ જાણે તંત્રના પેટનું પાણી ન આવ્યો હોય તેમ જણાઈ રહ્યું છે તાળા બંદી કરવાથી ઉચ્ચ સ્તરના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારે હાલા ગ્રામજનોની માંગણીને ધ્યાને રાખી નવા વર્ગખંડ બનાવવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહ્યું ત્યારે દેવગઢ બારીયા તાલુકામાં અને કેવી પ્રાથમિક શાળાઓ આવેલી છે કે જે જર્જરિત હાલતમાં જોવાય આવે છે ત્યારે કેટલીક પ્રાથમિક શાળાઓમાં આવી રીતે એક જ ઓરડામાં અનેક બાળકોને અભ્યાસ કરતા હોવાનું પણ કહેવાય રહ્યું છે તો સરકાર દ્વારા શિક્ષણને લઈ અનેક ટેકનોલોજીથી બાળકોને સારું ભણતર મળી રહી તેવા પ્રયાસો હાથ ધરી રહી છે ત્યારે દેવગઢ બારીયા તાલુકામાં અને પ્રાથમિક શાળાઓમાં બેસવા માટે વર્ગખંડમાંથી ત્યારે તે બાબતે સરકાર યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું.