Gujarat

મ્યુકરમાઈકોસિસના ઈન્જેકશનની કોઈ અછત નહીં પડે : રૂપાણી

સમગ્ર દેશમાં ૮૮૪૮ કરતાં વધુ મ્યુકરમાઈકોસિસના કેસો નોંધાયા છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ૨૨૮૧ થી વધુ કેસો નોંધાયા છે. જો કે તેની સામે આ રોગની સારવાર માટે ઉપયોગી એવા એમ્ફોટેરિસીન – બી પ્રકારના ઈન્જેકશની ભારે તંગી ઊભી થવા પામી છે. બીજી રફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઈન્જેકશન ઉપલબ્ધ કરાઈ રહ્યા છે, એટલે મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવારમાં કોઈ તકલીફ નહી પડે તેમ જણાવ્યું હતું.

રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે દેશમાં હાલ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે 20,700થી વધુ એમ્ફોટેરિસીન – બી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવી આપ્યા છે. .વધુ ઈન્જેક્શનનો જથ્થો આજે રવિવારે મોડી સાંજે મળવાનો છે, આ જથ્થો તાત્કાલિક મેડિકલ કોલેજો, જનરલ હોસ્પિટલ, કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને ફાળવી દેવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં પણ આ ઇન્જેક્શનની તંગી નહીં પડે કે અછત ઊભી ના થાય તે તેવી વ્યવસ્થા કરવા આરોગ્ય તંત્રને સૂચના આપી છે.

Most Popular

To Top