SURAT

સુરત પોલીસની એકશનનો LIVE VIDEO: મોસ્ટ વોન્ટેડ ગેંગને પકડવા હાઈવે પર દંડાથી કરી ધનાધની

સુરત: સુરતના પોલીસ જવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પહેલી નજરે આ વીડિયો જોતા એવું લાગે જાણે કેટલાંક લોકો એક કાર પર હુમલો કરી રહ્યાં છે, પરંતુ ધ્યાનપૂર્વક જોતા ખ્યાલ આવે છે કે પોલીસના જવાનો સાદા કપડામાં દંડા લઈને કોઈક ગેંગના માણસોને પકડવા પ્રયાસ કરી રહ્યાં છે. આ દિલધડક વીડિયોમાં ગુંડાઓ પોલીસ પર કાર ચઢાવી દઈ ઝડપથી ભાગવાનો પ્રયાસ કરતા નજરે પડે છે, પરંતુ પોલીસના જવાનો જેસીબી અને એક ટેમ્પો આડો લાવી કારને આંતરે છે અને બાદમાં બે બદમાશોને પકડી પાડવામાં સફળતા મેળવે છે.

  • સુરત ક્રાઈમ બ્રાન્ચે બારડોલી નજીકથી બે ચીકલીગરને દબોચ્યા
  • ચીકલીગરોએ પોલીસ પર ગાડી ચડાવી દેવા કર્યો પ્રયાસ
  • ફિલ્મી ઢબે બે ચીકલીગરને પોલીસે ઝડપી પાડ્યા
  • સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ

આ અંગેની મળતી માહિતી અનુસાર સુરત (Surat) ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) ટીમને મળેલી બાતમીને આધારે ચીકલીગર ગેંગને (Chikligar gang) ઝડપી પાડવા સુરત જિલ્લાના બારડોલી (Bardoli) નજીક સ્ટેટ હાઇવે (State Highway) પર વોચ (Watch) ગોઠવવામાં આવી હતી. કારમાં આવેલા બે ચીકલીગરને ઝડપી પાડવા પોલીસે જીવના જોખમે આ બન્નેને દબોચ્યા હતા. ચીકલીગરોએ પોલીસ જવાનો પર કાર ચડાવી દેવા પણ પ્રયાસ કર્યો હતો.

સુરત જિલ્લાના બારડોલી નજીકથી ચીકલીગર ગેંગના સાગરીતો પસાર થવાના હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેથી પોલીસે બારડોલી નજીક સ્ટેટ હાઇવે પર વોચ ગોઠવી હતી. પોલીસની બાતમી પ્રમાણે જ કારમાં બે ચીકલીગર આવતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચીકલીગરોએ ગાડી રોકવાને બદલે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કાર પર લાકડીના સપાટા મારી આ બન્નેને રોકવા જીવ સટોસટની બાજી લગાવી દીધી હતી. પરંતુ ચીકલીગરોએ કાર મારી મુકવા માટે પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે અગમચેતી વાપરીને બુલડોઝર અને ટ્રક જેવા વાહનોથી આગળનો રસ્તો બ્લોક કર્યો હોવાથી ચીકલીગરોને ફરજીયાત ગાડી રોકવાની ફરજ પડી હતી. જેથી પોલીસની ટીમે બન્ને માથા ફરેલા ચીકલીગરોને હથકડી પહેરાવીને દબોચી લીધા હતા. આ બન્નેને સુરત લાવીને તેમની પુછપરછ હાથ ધરવામાં આવી છે. બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસનું માનવું છે અને તેમની તપાસમાં અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકલવાની સંભાવના છે.

Most Popular

To Top