અંકલેશ્વર: (Ankleshwar) તાજેતરમાં જ સુરતમાં (Surat) બે યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરીનો વિડીયો બનાવ્યો હતો. હવે ભરૂચના કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર 4 યુવાનોએ ધારિયા અને કુહાડી સાથે બનાવેલો વિડીયો વાયરલ (Video viral) થઈ રહ્યો છે. સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયા (Social media) ઉપર લોકો ભાન ભૂલી રહ્યા છે. જેઓ કેટલીકવાર પોતાના જીવ સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે, તો ક્યારેક ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. સસ્તી પ્રસિદ્ધિની લાયમાં કાયદાની આંટીઘૂંટીમાં પણ આવી જાય છે. સુરત બાદ ભાઈગીરીનાં દૃશ્યો બાઇક ઉપર ભરૂચના કેબલ બ્રિજ (Bharuch Cable Bridge) ઉપર જોવા મળ્યાં હતાં.
બે બાઇક ઉપર ચાર યુવાનો હાથમાં ધારિયા અને કુહાડી સાથે ફુલસ્પીડે પસાર થતાં જોખમી ખેલ ખેલતા નજરે પડે છે. પોતાને ચીનુભાઈ સાબિત કરવા બનાવેલો આ વિડીયો વાયરલ થતાં હવે તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. પોલીસ હવે આ ચાર યુવાનોને શોધી તેમની ભાઈગીરી ઉતારવા એક્શનમાં આવી છે.
કેબલ બ્રિજ ઉપર રાતે ખુલ્લેઆમ નગ્ન હથિયારોના પ્રદર્શન વચ્ચે તેનો વિડીયો બાનવી ભાઈગીરીના અભરખા સાથે આ વિડીયો પોતાના સ્ટેટ્સ ઉપર મૂકવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ યુવાનો કોણ છે અને ક્યાં હેતુસર આ વીડિયો બનાવ્યો હતો તે તો પોલીસ પકડમાં આ સ્ટંટબાજો આવ્યા બાદ જ ખબર પડશે.
થોડા દિવસ પહેલાં સુરતમાં ગન સાથે વીડિયો બનાવતા બે યુવાનોને પોલીસે સબક શીખવાડ્યો હતો
થોડા દિવસો પહેલાં સુરતમાં આવો જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બે યુવાનો બાઈક પર પિસ્તોલ લઈને જતા નજરે પડતા હતા. ઇક (Bike) પર બેસીને બંદૂક સાથે સિગારેટ ફૂંકતો નાગાજણ ઉર્ફે નીક હરદાસભાઇ ઓડેદરા (ઉં.વ.26) (રહે.,ઘર નં.10, હરિદ્વાર એપાર્ટ. છાપરાભાઠા, અમરોલી), ભરત પ્રવીણ સંધીયા (રહે.,અંબિકાનગર સોસાયટી, બંગલા નં.590)ની ધરપકડ કરી હતી. આ બે આરોપીનો આ વિડીયો ગઇ તા.14 ડિસેમ્બરના રોજનો છે. રાત્રિના દોઢથી બે વાગ્યાના સમયે નાગાજણ તેના મિત્ર ભરતના ખભા પર રિવોલ્વર લઇને જઇ રહ્યો છે. દરમિયાન અમરોલી પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંનેને પકડીને પોલીસે મેથીપાક આપ્યો હતો.