વડોદરા : આજોડ ગામે રહેતા બે યુવકો અન્ય 25-30 મિત્રો સાથે આણંદ જિલ્લામાં મેલડી માતાના મંદિરે દર્શન કરી પરત આવતા હતા. ત્યારે બસ સાથે બાઇક ભટકાતા દુમાડ સહિતના બે યુવકનો મોત નિપજયા હતા. જેને અદાવત રાખને અજોડમાં બે ભાઇને 15-20 જેટલા યુવાનોએ પટ્ટા વડે ઢોર માર મારી વીડિયો વાઇરલ કર્યો હતો. .જેથી તેમના શરીર પર પટ્ટાના નિશાન પડી ગયા હતા. માથામાં દુખાવો થતા સારવાર માટે એસએસજીમાં ખસેડાયા હતા. પિતાને હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવા માટે ત્રણ પોલીસમાં ફરવુ પડ્યું છતાં ફરિયાદ લેવામાં આવી ન હતી.
વડોદરા જિલ્લાના આજોડ ગામે રહેતા પ્રવિણભાઇ વણકરે જણાવ્યું હતું કે બે પુત્રો તેમના સર્કલના 25-30 મિત્રો સાથે 31 મેના રોજ બાઇક પર આણંદ જિલ્લામાં આવેલા મલાતજ મેલડી માતાને મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી દર્શન કરીને બધા મિત્રો બાઇક પરત ઘરે આવી રહ્યા હતા.દરમિયાન બાઇક પર દુમાડ ગામના યુવક સહિત બે જણા આવતા હતા ત્યારે બસ સાથે અકસ્માત અથડાતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર લઇ જવાતા હતા ત્યારે તમામ મિત્રો ત્યાં હાજર હતા. પરંતુ ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર દરમિયાન મોત નિપજ્યા હતું. દુમાડ ગામના યુવકને બેસણુ હોવાથી બધા મારા પુત્રો સહિતના તમામ મિત્રો ત્યાં આવ્યા હતા. પ્રસંગ પતી ગયા બાદ બધા ઘરે જતા હતા ત્યારે અન્ય મિત્રોએ મારા પુત્રને ચિરાગને ફોન કરી ગણપતપુરા જવાનું છે તેમ કહી બોલાવ્યો હતો અને 15-20 જેટલા યુવકોએ મારા પુત્રને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. ત્યારબાદ તેના ભાઇ્ને જય પરમારને પણ ત્યાં બોલાવ્યો હતો અને તેને ગડદાપાટુનો માર મારી ચાલુ રોડ પર ફેકીને વાહન નીચે કચડી નાખવા માટેની પણ કોશિશ કરી હતી. મારા બંને ઇજાગ્રસ્ત પુત્રોને સારવાર માટે એસએસજીમાં ખસેડવામાં આવ્યા હતા.