National

કુલ્લુમાં પંજાબી પ્રર્યટકોની ગુંડાગર્દી, તલવારો લઈ પથ્થરમારો કરતા પ્રવાસીઓના વીડિયો વાયરલ

હિમાચલ પ્રદેશ: મનાલી (Manali) બાદ હવે હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલ્લુ (Kullu) જિલ્લામાં શીખો પ્રર્યટરો (Punjabi Tourist) દ્વારા હંગામો કરવાનો મામલો સામે આવ્યો છે. ધાર્મિક પ્રવાસન શહેર મણિકર્ણમાં (Manikarna) ગઈકાલે રાત્રે પંજાબી પ્રવાસીઓની ગુંડાગર્દી જોવા મળી હતી. અહીં પથ્થરમારો અને તલવારો લહેરાવવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. માહિતી અનુસાર, ડઝનબંધ પંજાબી પ્રવાસીઓએ મણિકર્ણના ગુરુદ્વારા સંકુલથી રામ મંદિર થઈને બસ સ્ટેન્ડ સુધી હંગામો મચાવ્યો હતો. 

અનેક લોકોના ઘરના કાચ તૂટી ગયા હતા
પથ્થરમારાના કારણે અનેક લોકોના ઘરોના કાચ તૂટી ગયા હતા. આટલું જ નહીં, રસ્તામાં જે પણ દેખાયા તેઓને માર માર્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જો સ્થાનિક લોકોનું માનીએ તો પંજાબથી ડઝનબંધ પ્રવાસીઓ બાઇક પર સવાર થઈને મણિકર્ણ ગુરુદ્વારા સિંઘ સાહિબની મુલાકાતે આવ્યા હતા. રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ પંજાબી પ્રવાસીઓએ ગુંડાગર્દી અને મારામારી શરૂ કરી હતી. 

પોલીસ ગુંડાઓને શોધી રહી છે
આ ઘટના પછી જ્યારે પોલીસને તેની જાણ થઈ, ત્યારે પોલીસની ટીમ કુલ્લુ સદર પોલીસ સ્ટેશનથી લુખ્ખાઓની શોધમાં નીકળી ગઈ. આ કેસમાં, પોલીસ હવે તે લુખ્ખાઓને શોધી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડઝનેક શીખ યુવકો હાથમાં તલવારો, લાકડીઓ અને પથ્થરો લઈને દોડી રહ્યા છે અને આ દરમિયાન તેઓ ઘરો પર પથ્થર ફેંકતા જોવા મળે છે. તોડફોડ પણ કરી રહી છે.

સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ
નોંધપાત્ર રીતે, કુલ્લુમાં પ્રવાસીઓની ગુંડાગીરી સતત વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસનને નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. જણાવી દઈએ કે રવિવારે મનાલીના ગ્રીન ટેક્સ બેરિયર પર પણ પ્રવાસીઓની દાદાગીરી જોવા મળી હતી. અહીં પણ પંજાબી પ્રવાસીએ ગ્રીન ટેક્સ ભરવાની ના પાડી અને હંગામો મચાવ્યો. 

પંજાબના ડીજીપીએ હિમાચલના ડીજી સાથે વાત કરી હતી
આ ઘટના સામે આવ્યા બાદ પંજાબના ડીજીપીએ હિમાચલના પોલીસ વડા સંજય કુંડુ સાથે વાત કરી છે. ડીજી સંજય કુંડુએ કહ્યું કે મણિકર્ણામાં ગઈકાલે રાત્રે અને સવારે બનેલી ઘટનાઓથી કોઈને ગેરમાર્ગે દોરવું જોઈએ નહીં. તમામ યાત્રાળુઓનું અહીં સ્વાગત છે. તે જ સમયે પંજાબના ડીજીપી ગૌરવ યાદવે કહ્યું કે મણિકર્ણ સાહિબમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ, શાંતિ જાળવી રાખવી જોઈએ.

Most Popular

To Top