વડોદરા, તા. ૩૦
વડોદરા – સુરત નેશનલ હાઇવે નં. ૮ પર છેલ્લા કેટલાય દિવસોથી ટ્રાફિકની સમસ્યા થઇ રહી છે ત્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા અગાઉ સંકલનની બેઠકમાં પણ તેમને પ્રશ્ન ઉઠાવીને રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ હજી સુધી નિરાકરણ ન આવતા આખરે કલેકટરને ફરી એક વાર રજૂઆત કરી હતી. નેશનલ હાઇવે 8 પર વડોદરા સુરત તરફ જતા માર્ગ પર છેલ્લા કેટલાય દિવસોથી ટ્રાફિક ની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે જેને પગલે કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા આજે ફરી એકવાર કલેક્ટર ને રજુઆત કરવામાં આવી કે વવહેલી તકે કરજણ હાઇવે પાસે પુલ નું નિર્માણ કરવામાં આવે તેમજ હાઇવે ઓથોરિટી ને પણ જાણ કરવામાં આવી છે તેમજ વડોદરા ના સંસદ તેમજ ભરુચ ના સંસદ દ્વારા કેન્દ્ર માં પણ રજુઆત કરવામાં આવી છે કે વડોદરા થી સુરત જતા કરજણ પાસે વાંરવાર ટ્રાફિક સર્જાય છે જેને પગલે ટ્રાફિક ની સમસ્યા નું નિકાલ લાવવામાં આવે ત્યારે આજે ફરી એક વાર કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલે કલેક્ટર ને રજુઆત કરી નિરાકરણ માંગ્યું હતું.
કરજણ હાઇવે પાસે ટ્રાફિકમાંથી મુક્તિ માટે કલેકટરને રજૂઆત
By
Posted on