વડોદરા તા.30
જોખમી મુસાફરીના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે સ્માર્ટ સીટી વડોદરામાં વાઘોડિયા રોડ તરફ જતી વિટકોસ બસમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ જો કોઈ અનિશ્ચનિય ઘટના બનશે તો જીમ્મેદાર કોણ ? તેવા સવાલો પણ ઉઠ્યા હતા.
શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાકના મૃત્યુ થયા છે તો કેટલાકને તો પોતાના અંગ ગુમાવવાનો વારો આવ્યો છે. તેવામાં વિટકોસની બસમાં જોખમી મુસાફરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિટકોસની આ બસ વાઘોડિયા રોડ તરફ જઈ રહી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. બસ આખી મુસાફરોથી ફૂલ થઈ ગઈ હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ બસમાં લટકીને મુસાફરી કરી રહ્યા હતા. જોકે આ મામલે ડ્રાઈવર અને કન્ડકટરે પણ આ વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરતા અટકાવ્યા નહીં. અહીં ખાનગી ઇન્સ્ટિટ્યૂટ, કોલેજો આવેલી હોય દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોય છે અને સમય અનુસાર કોલેજમાં પહોંચવા માટે જીવના જોખમે મુસાફરી કરતા હોય છે. નોંધનીય છે કે વિટકોસ કોર્પોરેશન સંચાલિત છે અને વિનાયક લોજીસ્ટિકને કોન્ટ્રાકટ આપેલ છે. જેથી કમાવવાની લ્હાયમાં બસમાં ગીચોગીચ મુસાફરોને ભરી મુસાફરી કરાવતા હોય છે. ત્યારે પાલિકામાં બેસતાં શાસકો આ અંગે કોઈ કાર્યવાહી કરશે કે પછી કોઈનો ભોગ લેવાશે ત્યાર બાદ જાગશે તેવા આક્ષેપ જાગૃત નાગરિકે કર્યા હતા.
વિટકોસ સિટી બસમાં જોખમીમુસાફરીનો વીડિયો વાયરલ
By
Posted on