મુંબઈ, તા. 16બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફનો જન્મદિવસ આજે 16 જુલાઈના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મનોરંજન જગત તરફથી તેણીને ઘણી શુભેચ્છાઓ મળી રહી છે. દરમિયાન અભિનેત્રીના પતિ અને અભિનેતા વિકી કૌશલે તેણીની તસવીરો શેર કરીને તેણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
અભિનેતા વિકી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે કેટલીક તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં કેટરિના કૈફ મજેદાર અંદાજમાં જોવા મળી રહી છે, જેમાં તે એક નાના કોરિડોરમાંથી રૂમમાં ડોકિયું કરી રહી છે. બીજી તસવીરમાં જોઈ શકાય છે કે બર્થ-ડે ગર્લ સેલ્ફી લઈ રહી છે અને વિકી કૌશલ તેને ચુંબન કરી રહ્યો છે. વિકી કૌશલે કેપ્શનમાં લખ્યું, ”હેપ્પી બર્થ-ડે ગર્લ. આઈ લવ યુ.”