Entertainment

વિકી-કેટને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર શખ્સ ઝડપાયો, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

મુંબઈ(Mumbai): બોલિવૂડ એક્ટર(Bollywood actor) વિકી કૌશલ(Vicky Kaushal) અને કેટરિના કૈફ(Katrina Kaif)ને સોશિયલ મીડિયા(Social Media) પર જાનથી મારી નાખવાની ધમકી(Death Threats) મળી છે. આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ(complaint) નોંધાવી હતી, જેના પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીનાં કલાકોમાં આરોપીને ઝડપી પડ્યો છે.

ફરિયાદમાં વિકીએ શું કહ્યું?
વિકી કૌશલનો આરોપ છે કે એક વ્યક્તિ તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ દ્વારા ધમકી આપી રહ્યો છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે ધમકી આપનાર આરોપી તેની પત્ની એટલે કે કેટરિના કૈફ પર પણ નજર રાખી રહ્યો છે અને તેને ધમકાવી રહ્યો છે. પોલીસ આ અંગે તપાસ શરુ કરી હતી અને નવી માહિતી અનુસાર મુંબઈ પોલીસે માનવવિંદર સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. માનવીન્દર વ્યવસાયે સ્ટ્રગલિંગ એક્ટર છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મનવિંદર સિંહ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફના મોટા ફેન છે. તે કેટરિના સાથે લગ્ન કરવા માંગતો હતો, એટલા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી તે સોશિયલ મીડિયા પર કેટરિના અને વિકી કૌશલને સતત હેરાન કરી રહ્યો હતો. કેટરીના અને વિકીને ધમકી આપનાર આરોપી મુંબઈમાં રહે છે. પોલીસે આજે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે.

આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર કેટરિનાને પત્ની ગણાવી
પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈને તમે પણ દંગ રહી જશો. આ વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ કિંગ આદિત્ય રાજપૂત🇮🇳VVIP લખ્યું છે. પ્રોફાઇલ બાયોમાં, વ્યક્તિએ પોતાને એક અભિનેતા તરીકે વર્ણવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિએ બાયોમાં માય ગર્લફ્રેન્ડ/વાઈફ @katrinakaif લખ્યું છે. આરોપીએ કેટરિનાનું ઓફિશિયલ આઈડી પણ ટેગ કર્યું છે.

કેટરીનાના લગ્નનો ફોટો પણ એડિટ કરવામાં આવ્યો હતો
આરોપી વ્યક્તિના પાગલપનનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેણે કેટરિનાના લગ્નનો ફોટો તેની સાથે એડિટ કરીને શેર કર્યો છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે કેટરીના તેના બ્રાઈડલ લહેંગામાં છે અને વિકી કૌશલના ચહેરાને એડિટ કરીને આરોપીએ તેના ચહેરા પર લગાવ્યો છે. કેપ્શનમાં, કેટરિના કૈફના આઈડીને ટેગ કરીને, તેણે અભિનેત્રી સાથેના તેના લગ્ન વિશે વાત કરી છે.

કેટરીના પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા હતી
હાલમાં જ કેટરિના કૈફના ગર્ભવતી હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં કેટરીના કૈફનો મુંબઈ એરપોર્ટનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં કેટરીના એરપોર્ટથી પોતાની કારમાં બેસવા જતી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે કેટરીનાના ફોટો-વીડિયો લીધો હતો. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં ચાહકો ચર્ચા કરવા લાગ્યા હતાં કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે.

અગાઉ સલમાન ખાનને પણ મળી હતી ધમકીઓ
આ પહેલીવાર નથી જ્યારે કોઈ સ્ટારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં સલમાન ખાન તરફથી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા સલમાન ખુદ મુંબઈના પોલીસ કમિશનરને મળ્યો હતો. અહેવાલો અનુસાર, તેણે બંદૂકના લાયસન્સ માટે પણ અરજી કરી હતી.

Most Popular

To Top