Charchapatra

વિબી-જી રામજીનાં માળખા અને કાયદામાં શું બદલાવ થયો?

મનરેગા યોજના ભારતમાં એક સમાનતા મુજબ લાગુ પાડવામાં આવી હતી. તે સંપૂર્ણ કેન્દ્ર સરકાર પર નિર્ભર હતી. જેમાં આજીવિકા ગેરંટી ગ્રામીણ નાગરિકોને આર્થિક નિર્ભર કરવાની વાત હતી. વિબી-જી રામજીમાં રોજગારના દિવસો 125 કર્યા છે. પહેલા 100 દિવસો હતા. પરંતુ ભંડોળ હવે કેન્દ્ર અને રાજ્ય બંને પર નિર્ભર બતાવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય આમ 60:40 ભાગે વહેંચણી થઈ છે. જેમાં ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યો માટે ભંડોળનો ગુણોત્તર અલગ બતાવ્યો છે  90:10 આપ્યો છે. અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે 100% ખર્ચ ભારત સરકાર કરશે.

પહેલા મનરેગા માંગ અને અધિકાર મુજબ બની હતી. જ્યારે હાલમાં આ યોજના પુરવઠા આધારિત છે. અને રાજ્ય સરકારે પણ ખર્ચ ઉઠાવવાનો છે. જેમાં મોસમી બેકારી ઘટી શકે કદાચ કારણ 25 દિવસ વધુ એડ કર્યા અને જો સમયસર ચુકવણી નાણાંની ન થાય તો દંડની રકમ પણ વધારી છે. અઠવાડિયા અથવા 15 દિવસમાં ચુકવણી કરવાની છે. જો વિલંબ હોય તો 1000થી દંડ વધારીને દસ હજાર સુધીનો બાતવ્યો છે. પહેલા રોજગાર ખોદકામ પર આધારિત હતું. જેનું હવે વિસ્તરણ કરીને ચાર વિભાગમાં વહેંચ્યું છે. અહીં આખા ભારતની સમાનતા મુજબ મનરેગા હતી તેમાં કાપ મુકાયો છે. વિસ્તાર મુજબ કાર્યની ઝડપ આપવામાં આવી છે. જેનો ઉપયોગ યોગ્ય થશે તો ફળશે નહીં તો વેઠ ઉતારો થશે.
તાપી    – હરીશકુમાર ચૌધરી         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

મોબાઈલનો વધતો જતો વપરાશ
ભારતના લોકો અમેરિકા પશ્ચિમ યુરોપ અને ચીન જેવા પરિપક્વ અર્થતંત્ર કરતાં પણ વધુ ઉપયોગ મોબાઈલનો કરે છે. ભારતમાં આજના માતાપિતા પોતાના બાળકોમાં વધતી જતી મોબાઈલની લત બાબતે ચિંતિત છે. દરેક ઘરમાં તેની શરૂઆત ગેમ રમવાથી થતી હોય છે. પોતાનું બાળક ગેમ રમતા એમાં જીતશે જ એવી ઇચ્છા રાખતા હોય છે. આ ટેકનોલોજી અને ડીજીટલ ઉપકરણ ધીમે ધીમે કિશોરવયના બાળકના માનસપટ પર ઊંડી અસર કરવા માંડે છે. અજાણતાં જ એમની પાસેથી એ  બાબત છીનવી લે છે જે કિશોરવયના બાળકો માટે અત્યંત જરૂરી છે. જેમ કે મિત્રો બનાવવા, બહાર જઇને ક્રિકેટ, ગીલ્લી દંડા અને પકડદાવ જેવી રમતો રમવી વિગેરે વિગેરે. ઘણીવાર તેઓને લાગે છે કે માતાપિતા કારણ વગર ટકોર કરી સુધારે છે અને તે ઘણે અંશે વ્યાજબી પણ છે પરંતુ તે બાળકના હિતમાં છે છતાં બાળકને આ ગમતું નથી.
અડાજણ, સુરત– શીલા ભટ્ટ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top