National

નાગપુર હિંસા: VHPનો દાવો- ધાર્મિક કાપડ સળગાવવામાં આવ્યું ન હતું, તે જૂની સાડી હતી

મહારાષ્ટ્રનું નાગપુર શહેર તાજેતરની કોમી હિંસાથી હચમચી ગયું છે. પોલીસનો દાવો છે કે શહેરમાં પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. પોલીસ આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે અને હિંસામાં સામેલ આરોપીઓની ધરપકડ કરી રહી છે. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ એ નાગપુર હિંસા અંગે મોટો દાવો કર્યો છે. VHP એ દાવો કર્યો છે કે ઔરંગઝેબની પ્રતીકાત્મક કબરમાં વપરાયેલ કાપડ લીલી સાડી હતી અને તેના પર કંઈ લખ્યું ન હતું. તમને જણાવી દઈએ કે નાગપુરમાં એક અફવા ફેલાઈ હતી કે ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે VHPના વિરોધ પ્રદર્શન દરમિયાન કુરાનની આયત લખેલ લીલા કાપડને બાળી નાખવામાં આવ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે- “ઔરંગઝેબની જે પ્રતીકાત્મક કબર સળગાવી દેવામાં આવી હતી તે કોઈ ધાર્મિક કાપડ નહોતું. તેના પર કંઈ લખ્યું નહોતું. તે એક જૂની સાડી હતી, જેમાંથી કાર્યકરોએ પ્રતીકાત્મક કબર બનાવવા માટે ભુસું એકત્રિત કર્યું હતું અને તેના પર જૂની લીલા રંગની સાડીથી બાંધી હતી. વિશ્વ હિન્દુ પરિષદ કહે છે કે તે ફક્ત એક કાપડ હતું, તેના પર કંઈ લખ્યું નહોતું.”

વિશ્વ હિન્દુ પરિષદે વધુમાં કહ્યું- “VHP કોઈના ધર્મનો અનાદર કરતું નથી. અમે આ પહેલા ક્યારેય કર્યું નથી અને ફરી ક્યારેય કરીશું નહીં. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કહે છે કે જે પ્રતીકાત્મક કબર સળગાવવામાં આવી હતી તે લીલા રંગની સાડી હતી.”

પોલીસે કેસ નોંધ્યો
પીટીઆઈ અનુસાર પોલીસે મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કેટલાક અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્તારમાં એક અફવા ફેલાઈ હતી કે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી સાથે VHPના આંદોલન દરમિયાન એક સમુદાયના ધાર્મિક ગ્રંથોને બાળી નાખવામાં આવ્યા હતા.

Most Popular

To Top