વડોદરા: વડોદરા શહેર સ્માર્ટ સિટીમાં 222 કરોડ ઉપરાંતના ખર્ચે આકાર પામી રહેલ શહેરના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજને લઈ સર્વિસ રોડ પર પડેલા ખાડાઓ અને ખોદકામ થી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સર્વિસ રોડ પર પડેલા ખાડાના પરિણામે વાહનચાલકોને ઓર્થોપેડિક હોસ્પીટલના બીલ ભરવાનો વારો આવ્યો છે. તમે સર્વિસ રોડ પર ગમે ત્યાં જુવો ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. જેને પરિણામે વાહનચાલકો પાલિકાના આવા સર્વિસ રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
રાજ્ય સરકારના સહયોગથી સ્માર્ટ સિટી ગણાતા વડોદરા શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો ફ્લાઈ ઓવર બ્રિજ આકાર પામી રહ્યો છે ગેંડા સર્કલથી લઈ મનીષા ચાર રસ્તા સુધી 222 કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર થઈ રહેલા બ્રિજની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. સરકાર દ્વારા બ્રિજ માટેની ગ્રાન્ટ રોકાતા કામગીરી ઠપ થઈ ગઈ હતી પરંતુ હાલમાં જ સરકારે 100 કરોડ રૂપિયા ફાળવતા બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે જો કે ચાલી રહેલા હાલમાં સર્વિસ રોડ પર ખોદકામના લઈ અસંખ્ય ખાડાઓ પણ પડી ગયા છે ત્યારે તંત્ર વહેલી તકે બ્રિજનું કામગીરી પૂર્ણ કરી નવા રોડ બનાવે તેવી માંગ ઉઠવા પામી છે. આમ તો વડોદરા શહેરમાં ઠેર ઠેર જાહેર રોડ રસ્તા પર ખાડા ખાડા જ જોવા મળી રહ્યા છે. તેમ જ્યાં જુવો ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. શહેરના કોઇપણ માર્ગ પર ખાડા ના હોય તેવું જોવા મળ્યું નથી પાલિકા દ્વાર પણ આજ સવારથી ઉઘાડ નીકળતા ઠેર ઠેર રોડ રસ્તાનું પેચવર્ક અને કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું.