SURAT

ઉદ્યોગપતિઓની હવાઇ સેવા વેન્ચુરાની હવા નીકળી ગઈ

સુરત: ગુજરાત સરકારના સિવિલ એવિએશન વિભાગના પ્રોત્સાહનથી  વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF) સ્કીમ હેઠળ ચાલતી વેન્ચુરા એરકનેક્ટની સુરતથી અમદાવાદ,સુરતથી ભાવનગર અને સુરતથી અમરેલી જતી 9 સિટર ફલાઈટના વિમાન પાર્કિંગ સ્ટેન્ડમાં નોન ઓપરેશન એરક્રાફટ તરીકે પાર્ક કરી દેવામાં આવ્યા છે.

  • ગુજરાત સરકારે VGF સ્કિમની મુદતમાં વધારો નહીં કર્યો
  • વેંચુરા એરકનેક્ટની જાન્યુઆરી મહિનાની ઓનલાઇન ટિકિટ બુક થઈ રહી નથી
  • 7 જાન્યુઆરી સુધી વિમાન સેવા સ્થગિત કર્યાની કંપનીની સ્પષ્ટતા

ગુજરાત સરકારે VGF સ્કિમની મુદત 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરી થયા પછી આ સ્કીમ રિન્યુ ના થતા સુરતની પોતીકી એટલે કે, હીરા ઉદ્યોગકારોની માલિકોની વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન્સના વિમાનોના પૈંડા થંભી ગયા હતા. એને લીધે નવા વર્ષના પ્રારંભથી જ સુરતથી ગુજરાતના ત્રણ શહેરોને જોડતી ફ્લાઇટ કંપનીની જાહેરાત મુજબ 7 જાન્યુઆરી સુધી સ્થગિત રાખવામાં આવી છે. જ્યારે એરલાઇનના ઓનલાઈન પોર્ટલ પર 31જાન્યુઆરી 2026 સુધી ટિકિટ બુકિંગ થઈ રહી નથી. એવી ફરિયાદ પેસેન્જરો કરી રહ્યાં છે.

આંતરરાજ્ય હવાઈ માર્ગોને સક્ષમ બનાવવા અને રાજ્યની અંદર કનેક્ટિવિટી વધારવા ટાયર-2 સિટી ટાયર-3  સિટી સાથે એર કનેક્ટિવિટી આપવા ગુજરાત સરકારે VGF સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમમાં ગુજરાત સરકાર એરલાઇન્સને વાયેબિલિટી ગેપ ફંડિંગ (VGF) પૂરું પાડે છે.

તાજેતરમાં બદલી પામેલા સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર અને ધવલ પટેલ રાજ્યનું સિવિલ એવિએશન વિભાગ સાંભળતા હતા. તેમણે ઇન્ટ્રાસ્ટેટ કનેક્ટિવિટીમાં સ્પર્ધા વધે 9 થી 20 સિટર વિમાનો આ કનેક્ટિવિટી આપે એવા આશય સાથે વિભાગે કરાર રિન્યુ કરવા કોઈ નિર્ણય લીધો ન હતો.

અધિકારીઓ ટેન્ડર બહાર પડાવી નાના વિમાનની ખરીદી કરનાર સ્પાઈસ જેટ અને સ્ટાર એર સાથે સ્પર્ધા થાય એવા મતના હતા. જોકે વેન્ચુરા એર કનેક્ટ સુરતના હીરા ઉદ્યોગકારોની રાજકીય વગ ધરાવતા કંપની હોવાથી આ કરાર રિન્યુઅલ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતિ કલાકના ધોરણે સબસી઼ડી લેતા હતા પરંતુ ફ્લાઇટ નિયમિત ન હતી
સરકાર જે પ્રતિ-ફ્લાઇટ અથવા પ્રતિ-ફ્લાઇટ કલાકના ધોરણે સબસીડીની મોટી રકમ ચૂકવે છે. કેટલાક પેસેન્જરોએ એવી ફરિયાદ કરી હતી કે, વેન્ચુરાનો સોમવાર અને શુક્રવાર સહિતના કેટલાક દિવસમાં મહત્તમ ઉપયોગ રાજકારણીઓ અને પ્રમોટરની નજીકના હીરા ઉદ્યોગકારો કરે છે. ક્યારેક પેસેન્જરની કન્ફર્મ ટિકિટ અચાનક રદ કરી દેવા આવે છે. વળી અધિકારીઓ ઇચ્છતા હતા કે, 9 સીટર વિમાનની સંખ્યા પૂરતી છે. માટે નવી એરલાઈન્સ આ યોજનામાં 19 થી 25 અથવા 50 સિટર વિમાનની સેવા શરૂ કરે.

આ સ્કીમમાં એરલાઇન્સ  ટેન્ડર દ્વારા લઘુત્તમ સબસિડી માટે બોલી લગાવે છે.સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ, સુરત-અમરેલી, અમદાવાદ-કેશોદ રૂટનો સમાવેશ થાય છે.9-સીટર (સેસ્ના કારવાં/સમાન) ફ્લાઇટનો સમયગાળો1 કલાક પ્રતિ સેક્ટર પ્રતિ ફ્લાઇટ સંચાલન ખર્ચ ₹60,000 – ₹70,000 અને પ્રતિ ફ્લાઇટ રાજ્ય VGF ₹40,000 – ₹45,000 અને પ્રતિ સીટ સબસિડી પ્રતિ મુસાફર 4,500 – 5,000 રૂપિયા નક્કી થયું હતું.

Most Popular

To Top