SURAT

બધા શાકભાજી થયા મોંઘા, ગૃહિણીનું બજેટ ખોરવાયું

સુરત: ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણીનો ભરાવો થતા સુરત એપીએમસી (સરદાર માર્કેટ યાર્ડ)માં શાકભાજીની આવક ઘટી છે.

  • એક જ મહિનામાં તુવેર, લીંબુ, લીલા ધાણાં, રીંગણ, ટિંડોળા, દૂધી, ચોળીના ભાવોમાં નોંધપાત્ર વધારો
  • શાકભાજીની આવક 30થી 40 ટકા ઘટતાં ભાવો 40થી 50 ટકા વધ્યા
  • સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે શાકભાજીના ભાવો વધ્યા

સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખે જણાવ્યું હતું કે, અવિરત વરસાદને લીધે અમુક શાકભાજીના પાકમાં મોટું નુકસાન થયું છે. સુરતના માર્કેટ યાર્ડમાં કેટલીક શાકભાજીની આવક 30થી 40% ઘટી જતાં 20 કિલો શાકભાજીની કિંમતોમાં વધારો થયો છે. એક જ મહિનામાં તુવેર, લીંબુ, લીલાધાણા, રીંગણ, ગિલોળા, દૂધી, ચોળીના ભાવો ખૂબ વધ્યા છે. એને લીધે રિટેલમાં શાકભાજી મોંઘી થઇ છે.

સુરત એપીએમસીમાં સ્થાનિક ખેતપેદાશોની સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાંથી મોટાપાયે શાકભાજી, ડુંગળી, બટાકા, ટામેટાં, મરચા, આદુ, લસણ આવે છે.

એક જ મહિનામાં સુરત એપીએમસીમાં શાકભાજીના ભાવો વધ્યા

  • શાકભાજી/તા.2/8/2025/તા.2/9/2025 (20 KG)
  • ફ્લાવર /300 – 400. /500- 600
  • આદુ. / 700 – 800. / 800 – 900
  • પાપડી /600- 700. / 700 – 800
  • તુવેર. / 800 – 1000. / 1200 – 1800
  • રીંગણ / 800 – 1000 / 1300 – 1400
  • લીંબુ /. 400 – 600. /. 600 – 800
  • લીલા ધાણા/ 300- 400/. 500- 600
  • લીલી ડુંગળી/ 300- 400/ 400- 500
  • ટિંડોળા / 400 – 500 / 800- 1000
  • સરગવાની સિંગ/ 600- 700 / 1400- 1500
  • ચોળી /. 800- 1000 /. 1000- 1400
  • દૂધી. /. 200- 220. /. 300- 400

જુલાઈ-ઓગસ્ટમાં પડેલા ભારે વરસાદને લીધે કેટલીક શાકભાજીની અછત સર્જાઈ: બાબુભાઈ શેખ
સુરત એપીએમસી (એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) માર્કેટમાં ચોમાસાની ઋતુ દરમિયાન શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ અતિવૃષ્ટિ અને ભારે વરસાદ છે. 2025ના જુલાઈ ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાના કારણે ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું, જેની સીધી અસર શાકભાજીના ઉત્પાદન અને બજારમાં તેની આવક પર પડી. સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવતી શાકભાજીની આવક અતિભારે વરસાદને કારણે ઘટી, જેના પરિણામે બજારમાં શાકભાજીની અછત વર્તાઈ અને ભાવમાં વધારો નોંધાયો છે.

Most Popular

To Top