દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયાઘાટી પ્રાથમિક શાળાની વરસાદી માહોલ વચ્ચે ઓરડાની દિવાલ તૂટીપડતા તે સમયે શાળા બંધ હોવાથી કોઈ જાનહાની કે કોઈને કોઈ પ્રકારની ઈજાઓ થવા પામી ન હતી પરંતુ આ મામલે તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાંય ઓરડાનું સમારકામ હાથ ધરવામાં ન આવતાં ગ્રામજનોમાં આક્રોશ જાેવા મળ્યો હતો. ગતરોજ દાહોદ જિલ્લામાં પવન સાથે જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ત્યારે સંજેલી તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો અને તે સમયે પવન સાથે વરસાદ વરસતાં સંજેલી તાલુકામાં આવેલ વાણીયાઘાટી પ્રાથમીક શાળાની દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. રવિવારે શાળા બંધ હોવાથી સદ્નસીબે કોઈ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ જર્જરીત ઓરડાના સમારકામ માટે ગ્રામજનો દ્વારા સ્થાનીક તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી ત્યારે આવનાર દિવસોમાં શું તંત્ર દ્વારા આ જર્જરીત ઓરડાઓનું સમારકામ કરવામાં આવશે કે પછી જૈસે થૈ વેસીની પરિસ્થિતીમાં જર્જરીત ઓરડાઓમાં બાળકોને અભ્યાસ કરવાનો વારો આવશે ? તે તો સમય બતાવશે.
વરસાદી માહોલ વચ્ચે વાણીયાઘાટી પ્રા. શાળાના ઓરડાની દિવાલ તૂટીપડી
By
Posted on