Gujarat

પીએમ મોદીએ કહ્યું ગુજરાતીઓને સારી સુવિધા અને સારવાર મળશે, દર્દીઓ સાથે કર્યો સંવાદ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યારે આજે ત્રીજા દિવસે તેઓ જામકંડોરણા બાદ અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદમાં (Ahemadabad) પીએમ મોદી દ્વારા 1275 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતુંં. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ હાજર રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને પારખીને તેમને જોઈતી સુવિધા આપે છે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ડબલ એન્જિન સરકારમાં સુવિધા મળે છે
સીએમ ભૂપેન્દ્ર પટેલે જનસભામાં સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી લોકોને પારખીને તેમને જોઈતી સુવિધા આપે છે. મેડિસિટી માટે નરેન્દ્ર મોદીના આભારી છીએ. વધુમાં તેમણે કહ્યું કે દેશમાં સ્વદેશી રસીનું નિર્માણ થયું છે. દર્દીઓને નિઃશુલ્ક સારવાર ગુજરાતમાં મળે છે તેવી બીજે ક્યાંય ના મળે. ડબલ એન્જિન સરકારમાં સુવિધા મળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે આજે વિકાસના કાર્યનું લોકાર્પણ કર્યું હતું. આ માટે તેમણે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે દુનિયાની સૌથી એડવાન્સ મેડિકલ ટેક્નોલોજી, વધુ સુવિધાઓ ગુજરાતમાં ઉપલબ્ધ થશે. જે લોકો ખાનગી હોસ્પિટલોમાં જઈ નથી શકતા તેઓના માટે સરકારી સુવિધાઓ તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે આજે મેડિસિટી કેમ્પસ ભવ્ય સ્વરૂપમાં ઓછા સમયમાં તૈયાર થયું છે. ગુજરાત કેન્સર ઈન્સ્ટીટ્યુટની નવી બિલ્ડિંગની સાથે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધાઓ શરૂ થઈ છે. પીએમ મોદીએ લોકાર્પણ કર્યા બાદ તમામ ગુજરાતીઓને આ ઉપલબ્ધિઓને શુભકામનાઓ પાઠવી હતી આ સાથે જ મુખ્યમંત્રી અને તેમની સરકારની પણ પ્રસંશા કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે આજથી 20થી 25 વર્ષ પહેલાં ગુજરાતની વ્યવસ્થાને અનેક બીમારીઓને જકડી રાખી હતી. સારા ઈલાજ માટે લોકોને ભટકવું પડતું હતું, તેમજ વીજળી માટે રાહ જોવી પડતી હતી. પરંતુ આજે ગુજરાત તમામ બીમારીઓને પાછળ છોડીને આગળ ચાલી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હાઈટેક હોસ્પિટલમાં ગુજરાતનું નામ સૌથી ઉપર રહે છે. તેમણે કહ્યું કે આજે આજે ગુજરાતમાં હોસ્પિટલ છે, ડોક્ટર પણ છે અને ડોક્ટર બનવાનું સપનું પૂરું કરવા અવસર પણ છે. 22 વર્ષ અગાઉ 9 મેડિકલ કોલેજ હતી. ત્યારે સસ્તા અને સારા ઇલાજની આશા ઓછી હતી. તેમણે કહ્યું કે ગુજરાતે જે શીખવાડ્યું એ દિલ્હી ગયા બાદ મને ઘણું કામ લાગ્યું હતું. રાજકોટમાં પહેલી AIMS બની છે. તે દિવસ દૂર નથી, જ્યારે ગુજરાત મેડિકલ, ફાર્મ અને બાયોકેમ રિસર્ચ માટે પ્રખ્યાત થશે.

પીએમ મોદીએ કહ્યું કે મેડિસીટીમાં ગુજરાતીઓને સારી સારવાર અને સુવિધા મળશે. તેમજ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે વૃદ્ધિ થશે. તેમણે કહ્યું કે પહેલા યુવાઓએ સારા ભણતર માટે બહાર જવું પડતું હતું, અને આજે તમામને મૂકીને ગુજરાત આગળ નીકળી ગયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે જેમ નાગરિકો બીમારીથી દૂર થશે એમ રાજ્યને પણ અનેક રોગોથી દૂર કરીશું.

પીએમ મોદીએ દર્દીઓ સાથે સંવાદ કર્યોો હતો
વડાપ્રધાન મોદીએ રૂ. 408 કરોડના ખર્ચે તૈયાર થયેલી સિવિલની મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટની 850 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું, આ સાથે જ રાજ્યનાં 188 ડાયાલિસિસ સેન્ટર્સનું લોકાર્પણ બાદ દર્દીઓ સાથે તેમણે સંવાદ પણ કર્યો હતો. જેમાં પીએમ મોદીએ દર્દીને ડાયાલિસિસ સંબંધિત સવાલો કર્યા હતા, જેમાં પહેલાં ડાયાલિસિસ ક્યાં કરાવતા હતા? હવે અહીં ડાયાલિસિસની કેવી સારવાર મળે છે? આપના ગામ સુધી તમામ આદિવાસીઓને ખબર છે, અહીં ડાયાલિસિસ થાય છે?

Most Popular

To Top