Charchapatra

વર્તમાન ચૂંટણીનાં વરવાં સ્વરૂપો

વર્તમાન ચૂંટણીનાં વરવાં સ્વરૂપો તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાંક સ્થળોએ મારામારીનાં દૃશ્યો જોવા મળ્યાં. ચૂંટણી આવતાં પહેલાં નેતાઓ મોટાં મોટાં વચનો આપે છે. પણ સત્તા પર આવ્યા પછી તેને પાળવાનું મુશ્કેલ બને છે. સત્તા પર આવ્યા પછી નેતાઓ એ ભૂલી જાય છે કે તેઓ “ નગર સેવકો” છે અને પ્રજાલક્ષી સેવા કાર્યો કરવા માટે તેમની નિમણૂક થયેલી છે. હવે વિધાનસભાની ચૂંટણી આવશે. ભલે ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહપૂર્વક મતદાન થયું પરંતુ શહેરી વિસ્તારોમાં ચૂંટણી નિરસ બનતી જાય છે. શિક્ષિત વ્યકિત ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું કે મતદાન કરવાનું ટાળે છે. આપણે ત્યાં ઉમેદવાર કેટલો સક્ષમ છે તે ન જોતાં તે કયા રાજકીય પક્ષનો છે તે જોવામાં આવે છે. આમ અહીં પક્ષકારણ કામ કરી જાય છે. સાંસદોને ઊંચાં ભથ્થાં મળતાં હોવાથી મોંઘવારી એમને નડતી નથી. ઉમેદવાર કોઈ પણ પક્ષનો હોય, લોકોની પ્રાથમિક જરૂરિયાતો અને સુવિધાઓ પરિપૂર્ણ કરે એ જ એની સાર્થકતા. આમ, વર્તમાન ચૂંટણી ખર્ચાળ , નિરસ અને હિંસક બનતી જાય છે.
સુરત     – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top