Vadodara

વરમખેડા ગામે કોંગ્રેસના હારેલા ઉમેદવારના ઘર પર પથ્થરમારો

દાહોદ: દાહોદ તાલુકાના વરમખેડા ગામે ગતરોજ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના પરિણામ બાદ રાત્રીના સમયે આ મત વિસ્તારમાં તાલુકા પંચાયતની બેઠક પરથી હારી ગયેલ મહિલા ઉમેદવારના ઘર તરફથી વિજયી થયેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે તથા તેના સમર્થકો દ્વારા  કાઢવામાં આવેલ સરઘસ દરમ્યાન હારેલ કોંગ્રેસના ઉમેદવારના ઘર તરફ ભારે પથ્થર મારો, અનેક વાહનોની તોડફોડ સહિત લાકડીઓ વડે માર મારતાં ઘણા લોકોને ઈજાઓ થવા પામી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો ત્યારે બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને આ સંબંધે નામજાેગ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તમામ તોફાની તત્વોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

મળતી માહિતી પ્રમાણે વરમખેડા ગામે બસ સ્ટેશન ફળિયામાં રહેતા ગલચંદભાઈ હિમલાભાઈ બારીયાની પત્નિએ તાલુકા સભ્ય તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી હતી અને ચુંટણી લડ્યાં હતાં. ગતરોજ આ ચુંટણીનું પરિણામ જાહર થયું હતું અને જેમાં આ ગલચંદભાઈ બારીયાની પત્નિનો પરાજય થયો હતો.

આ પરિણામની જાહેરાત થયાં બાદ ગલચંદભાઈ તેમની પત્નિ તેમજ તેમના સમર્થકો ઘરે જવા નીકળ્યાં હતાં અને લગભગ સાંજના ૦૫ વાગ્યાના આસપાસ તેઓ ઘરે પહોંચ્યાં હતા અને તમામ લોકો ગલચંદભાઈના ઘરે બેઠા હતાં અને ચર્ચા વિચારણા કરતાં હતાં.

આ સમયે ત્યાંથી આ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય થયેલા ભીમાભાઈ સુકિયાભાઈ પરમારનું સરઘસ નીકળ્યું હતું. આ સરઘસ ગલચંદભાઈ બારીઆના ઘર તરફથી પસાર થતાં ભીમાભાઈ તથા તેમના સમર્થકો ત્યાં ઉભા રહ્યાં હતાં અને ગલચંદભાઈ બારીયા તથા તેમની પત્નિને કહેલા લાગેલ કે, હું ચુંટણીમાં જીતી ગયેલ છુ, તમોએ શું ઉખાડી લીધું અને આખુ ગામ મારી સાથે છે તેમ કહી બેફામ ગાળો તેમજ ચીચીયારીઓ કરતાં હતાં.

આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના વિજયી ઉમેદવાર ભીમાભાઈ સુકિયાભાઈ પરમાર તથા તેમની સાથેના મહેશભાઈ ભીમાભાઈ પરમાર, અશોકભાઈ પરમા, ગોપીભાઈ ગણાવા, રાજુભાઈ બારીયા, અશ્વિનભાી બારીયા, મનુભાઈ બારીયા, સમસુભાઈ બારીયા, કાન્તીભાઈ પરમાર, પારસીંગભાઈ પરમાર, શૈલેશભાઈ ગણાવા, મેલાભાઈ ગણાવા, વિનુભાઈ બારીયા, સુરેશભાઈ બારીયા, કાન્તીભાઈ પરમાર તથા બીજા પચાસ લોકોએ મારક હથિયારો સાથે ઉશ્કેરાઈ ગલચંદભાઈ બારીઆના ઘર પર લાકડીઓ, પથ્થરો વડે પાંચ મોટરસાઈકલ,  બે જી.સી.બી., બોલેરો ગાડી, આઈસર વિગેરે વાહનોની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

જ્યારે કોંગ્રેસના સમર્થકરોને પણ લાકડી વડે તેમજ પથ્થરો વડે માર મારી ભારે ધિંગાણું મચાવ્યું હતું. કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ ગલચંદભાઈ હિમલાભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તમામ તોફાની તત્વોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top