વાંસદા: (Vasda) વાંસદા પંથકમાં રવિવારે ટાવર પાસેથી ગ્રામજનો દ્વારા ભગવાન શ્રીરામની ધૂન સાથે ડીજેના (DJ) તાલે હજારોની સંખ્યામાં લોકોની વિશાળ રેલી નીકળી હતી. જે વાંસદા ટાવર પાસેથી નીકળી ગાંધીમેદાન પાસે આવેલા સરદારના સ્ટેચ્યુ સુધી પહોંચી ત્યાંથી પરત ફરી હતી. રેલી દરમ્યાન સમગ્ર પંથક ભગવાન શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યો હતો. આજે અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય જે અવસરે સમગ્ર વાંસદાના ગ્રામજનોમાં આનંદ ઉત્સાહ સાથે મોટા તહેવાર ( જેવો માહોલ બની રહ્યો છે.
વાપી : અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં ફરીથી જાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા સહિત વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નાના-મોટા ઘરો-બિલ્ડીંગો સહિત વાહનો ઉપર શ્રી રામના ઝંડાઓ લહેરાતા જોવા મળી રહ્યા છે તથા આકર્ષક લાઈટીંગો સાથે શહેર-ગ્રામ્ય વિસ્તારો ઝગમગતું જોવા મળી રહ્યું છે. આવતી કાલે વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર નાના-મોટા મંદિરોમાં ભગવાનની પૂજા-અર્ચના સાથે મહાઆરતી સહિત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસ ઈતિહાસનો યાદગાર બની રહેશે અને ભકતજનો પણ આ દિવસની ઉજવણી કરવા માટે થનગની રહેલા જોવા મળી રહ્યા છે.
વલસાડપારડી ગામની વહુઓએ જયશ્રીરામ નાટક રજૂ કર્યુ
વલસાડ : વલસાડપારડીનું રામલાલા મંદિર અયોધ્યાના મંદિર સાથે પ્રભુમય બનીને જોડાઈ ગયું છે. પાંચ દિવસીય કાર્યક્રમમાં રામાયણના વિવિધ પાત્રો ભજવાયા હતાં. રામથી રાવણ અને સીતાથી મંદોરીને લઈને વાલ્મિકી સાથે પરશુરામ તાદ્દશ્ય થયા ત્યારે પ્રેક્ષાગાર ઝૂમી ઉઠ્યા હતાં. ગામની વહુઓએ જયશ્રી રામ લઘુ નાટિકા રજૂ કર્યુ હતું. ગામની વર્ષોથી વહેતી વાયકા મુજબ આશરે 200 વર્ષ જૂના મંદિરના ઈતિહાસમાં અનેક ઘટનાઓ પ્રચલિત છે. પાંચ દિવસીય ઉજવણીમાં શેરી શણગાર, સાંથિયા, તોરણો, ધજાપતાકાથી ગામના દરેક મહોલ્લા કેસરીયા કલરથી સુશોભિત કરાયા હતાં. મંદિરથી રામલલ્લાની પાલખી ભકિતભાવપૂર્વક નીકળી હતી. સોમવારે બપોરે મહાઆરતી સાથે 56 ભોગ અને સાંજે મહાપ્રસાદનું આયોજન સાથે અયોધ્યા ગયેલા વલસાડના કારસેવકોનું અભિવાદન કરવામાં આવશે.