Dakshin Gujarat

વાપીમાં મહિલા રિક્ષાચાલકને રંજાડનારા માથાભારે પુરૂષ રિક્ષાચાલકની ધરપકડ

વાપી: વાપીમાં (Vapi) પરપ્રાંતિયોની દાદાગીરી વધી રહી છે, જાણે તેઓને કાયદાનો કોઈ ડર જ ના હોય. શાકભાજી (Vegetable) ખરીદી કરવા આવનાર કે વાહન કે ટ્રેનમાં (Train) સફર કરનારી મહિલા-યુવતીઓ સાથે પણ તોછડું વર્તન કરતા હોય છે. વાપી રેલવે સ્ટેશન પર રિક્ષા (Auto) લઈને આવેલી એક યુવતીને જાહેરમાં એક રિક્ષાચાલક કોઈક બાબતને લઈ અપશબ્દો બોલી અશ્લીલ હરકત કરી ધમકી આપતો હોય અને પોલીસને પણ પડકારતો હોવાનો એક વીડિયો કોઈકે બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. બાદમાં વાપી ટાઉન પોલીસ ટીમે ગણતરીના સમયમાં જ અશ્લીલ હરકત અને ધમકી આપનાર તથા પોલીસને પડકારનાર લૂખ્ખા ટપોરીછાપ રિક્ષાચાલકની ગીતાનગર રિક્ષા સ્ટેન્ડ પાસેથી અટક કરી લીધી હતી. આ બનાવ અંગેની ફરિયાદ રિક્ષાચાલક યુવતીએ વાપી ટાઉન પોલીસ મથકમાં કરી હતી.

  • વાપી રેલવે સ્ટેશને પેસેન્જર લઈને આવેલી મહિલા રીક્ષાચાલકને અપશબ્દો બોલી અશ્લીલ હરકત કરી હતી
  • કોઈએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી વાઈરલ કરતાં પોલીસ હરકતમાં આવી, ટપોરીને પાઠ ભણાવ્યો

વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, વાપી ગીતાનગર રિક્ષા સ્ટેન્ડ પાસે સંઘપ્રદેશ દાનહના સેલવાસથી રિક્ષાચાલક બહેન મુસાફરને લઈને આવ્યા હતા અને તે સમયે રિક્ષા સ્ટેન્ડ પાસે રિક્ષા લઈને ઉભેલો એક ઈસમ આવ્યો હતો. તેની સાથે ભાડાને લઈ બોલાચાલી કરતો હતો. જે બાદ તેણે અપશબ્દો બોલી અશ્લીલ હરકત કરી ધમકી આપતો હોય અને પોલીસને પણ પડકારતો હતો, જેનો વીડિયો કોઈકે બનાવી લીધો હતો અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ વાપી ટાઉન પોલીસે ગણતરીના સમયમાં જ રિક્ષાચાલકની અટક કરી નામઠામ પૂછતા આરીફ આબુશાહ સૈયદ (હાલ રહે. ગીતાનગર, વાપી, મૂળ યુપી) હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગેની ફરિયાદ રીક્ષાચાલક યુવતીએ વાપી ટાઉન પોલીસ મથકમાં કરી હતી.

Most Popular

To Top