વાપી : કોરોનાકાળ દરમિયાન સંક્રમણમાં વધારો ન થાય તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા તેના કબજા હેઠળના કેટલાય ડેપોની લાંબા રૂટની તમામ બસ બંધ કરી દેવાઈ હતી. હવે ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડતી જાય છે અને કોરોનાના કેસમાં ખાસ્સો ઘટાડો થતાં એસટી વિભાગ દ્વારા તેના જૂના રૂટ પુન: શરૂ કરાઈ રહ્યા છે. વાપી ડેપો દ્વારા સંચાલિત વાપી-નાસિક અને વાપી-શિરડી બસ રૂટ તેના નિર્ધારિત સમયે પુન: શરૂ કરી દેવાયા છે. (Vapi-Nasik-shirdi bus restart after corona) જેને લઈ નાસિક-શિરડી યાત્રાપ્રવાસે જતાં મુસાફરોને ઘણો લાભ મળશે.
- સવારે 5:30 કલાકે વાપી-છોટાઉદેપુર અને વાપી-કવાથ આ બંને રૂટ મુસાફરોની માંગને લઈ શરૂ કરાયા છે. ઉપરાંત સવારે 10:30 કલાકે વાપી-નાસિક અને બપોરે 12:30 કલાકે વાપી-શિરડી બસ રૂટ નિયમિતપણે પુન: શરૂ કરી દેવાયા છે.
- આ બંને બસમાં ઓનલાઈન બુકિંગ રિઝર્વેશન પણ થઈ રહ્યું છે. જે લાંબા રૂટના મુસાફરો માટે સુવિધાજનક હશે.
એસટીના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી એસટી ડેપો દ્વારા કોરોનાકાળ દરમિયાન બંધ કરી દેવાયેલા તમામ એસટી રૂટ ફરી શરૂ કરાયા છે. જેમાં વહેલી સવારે 5:30 કલાકે વાપી-છોટાઉદેપુર અને વાપી-કવાથ આ બંને રૂટ મુસાફરોની માંગને લઈ શરૂ કરાયા છે. ઉપરાંત સવારે 10:30 કલાકે વાપી-નાસિક અને બપોરે 12:30 કલાકે વાપી-શિરડી બસ રૂટ નિયમિતપણે પુન: શરૂ કરી દેવાયા છે.
આ બંને બસ વાયા મોટાપોંઢા, નાનાપોંઢા, સુથારપાડા, પેઠ થઈ નાસિક-શિરડી પહોંચશે. નાસિક-શિરડી દર્શને જતાં ભક્તો માટે આ બસ સેવા ફરી શરૂ કરાતા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. વધુમાં આ બંને બસમાં ઓનલાઈન બુકિંગ રિઝર્વેશન પણ થઈ રહ્યું છે. જે લાંબા રૂટના મુસાફરો માટે સુવિધાજનક હશે. વધુ માહિતી માટે વાપી ડેપો કંટ્રોલ ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે.