Dakshin Gujarat

પોતાની જ સગી પુત્રીનું શોષણ કરનાર વાપીના ઉદ્યોગપતિ સામે પત્નીએ કરી હિમ્મત અને થયો આ ઘટસ્ફોટ

વલસાડ: (Valsad) વાપીના ઉદ્યોગપતિ (Industrialist) દ્વારા પોતાની જ સગી પુત્રીના શારિરીક શોષણનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. તેના પિતા તેને ટીનએજથી જ લોભલાલચ આપી આવું કૃત્ય કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ગુના અંગે વાત કરતા વલસાડના (Valsad) એસપી ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે, યુવતીએ જ્યારે માતાને આખી વાત કરી ત્યારે માતાએ સંયોજીક ઘટના તપાસી હતી અને પછી આખી વાત સમજી વિચારી પોલીસમાં ફરિયાદ કરવા તૈયાર થયા હતા.

  • દિકરી શોષણનો પ્રતિકાર કરતી તો પિતા તેની માતાને હેરાન કરવાની ધમકી આપતા હતા
  • વાપીની યુવતીનું યોગ્ય કાઉન્સિલિંગ કરી દુષ્કર્મની વાત માતાએ કહેતાં ગુનો દાખલ કર્યો હતો – એસપી
  • વાપીના ઉદ્યોગપતિ પિતા દ્વારા પોતાની જ સગી પુત્રીના શારિરીક શોષણનો ચોંકાવનારો કિસ્સો

વલસાડમાં એક પત્રકાર પરિષદ દરમિયાન એસપી વાઘેલાએ આ સંદર્ભે વધુ પ્રકાશ પાડતાં જણાવ્યું કે, આ કેસ ખૂબ સેન્સેટીવ હતો. જેના માટે પોલીસ દ્વારા ભોગબનનાર દિકરીનું પહેલાં કાઉન્સિલિંગ કરાયું હતુ. તેની સાથે સતત મહિલા પોલીસ, એક કાઉન્સિલર તેમજ અનેક અધિકારીઓ સાથે હતા. આખી ઘટનામાં માતાની હિંમત અને જાગૃતતાના કારણે પોલીસ ફરિયાદ થઇ શકી હતી. જ્યારે યુવતીએ માતાને આખી ઘટના જણાવી, ત્યારે યુવતીએ કહેલી વાતના સંયોગ બેસતા ગયા હતા. કયા સમયે તેના પિતા તેણીની સાથે રહેવા જીદ કરતા હતા. કયા સમયે તેણી સાથે એકલા રહેવા માટે પ્લાન કરતા હતા. આવી અનેક વાતનો તાળો બેઠો હતો. ત્યારબાદ માતાએ જાગૃતતા દર્શાવી આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતુ.

યુવતીનો મિત્ર ઘરે આવતાં પિતા ગુસ્સે ભરાયા અને બળજબરી કરી હતી
ગત 24મી ઓગષ્ટના રોજ યુવતીનો એક મિત્ર તેના ઘરે આવ્યો હતો. જેની જાણ તેના પિતાને થતાં તેઓ તુરંત ઘરે આવ્યા હતા અને તેના મિત્રને કાઢી મુકી તેની સાથે બળજબરી કરવા લાગ્યા હતા. જો, તેણી તૈયાર નહીં થાય તો મિત્રના માતા પિતા સાથે ઝગડો કરવાની ચિમકી પણ આ નરાધમ ઉદ્યોગપતિ પિતાએ યુવતીને આપી હતી. ત્યારે યુવતીની ધીરજ ખુટી પડી અને તેણે આ અંગે માતાને જાણ કરી હતી. માતાએ અન્ય નિકટના સંબંધીઓને જાણ કરી હતી અને ભોગબનનાર દિકરી તેની માતા અને તેના મામા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.

Most Popular

To Top