વાપી: (Vapi) વાપી જીઆઈડીસીમાં (GIDC) લાયસન્સ વગર પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી (Security Agency) ચલાવતા શખ્સને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી ચલાવતો શખ્સ હત્યાનો આરોપી હોવાની ચોંકાવનારી વિગત પણ બહાર આવી છે. વાપી જીઆઈડીસીમાં કંપનીઓમાં પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીઓ સિક્યુરિટી ગાર્ડ પહોંચાડવાનું કામ કરતા હોય છે. પરંતુ અહીં તો લાયસન્સ લીધી વિના જ પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે.
- હત્યાનો આરોપી વાપી જીઆઈડીસીમાં સિક્યુરિટી એજન્સી ચલાવતો હતો
- સિક્યુરિટી એજન્સીનું લાયસન્સ નહીં હોવાથી પોલીસે કાર્યવાહી કરી
વાપી જીઆઈડીસીમાં જે ટાઈપમાં જીટીબીએલ કંપનીમાં શેડો સિક્યુરિટી એન્ડ સર્વિસનો માલિક મૂળ જૌનપુર યુપીનો રહેવાસી હાલ વાપી ટાંકીફળિયા રોડ સમર્થ રેસિડેન્સીમાં રહેતો રોહિતસિંગ રામપ્યારે સિંગને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શનમાં એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી હતી કે રોહિતસિંગ પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી નોંધણી કરાવ્યા વગર સિક્યુરિટી ગાર્ડરાખીને એજન્સી ચલાવતો હતો.
પોલીસે રોહિતસિંગને અટક કરીને વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોહિતસિંગ રામપ્યારે સિંગ સામે હત્યા તેમજ પ્રાઈવેટ સિક્યુરિટી અધિનિયમના ભંગ જેવા ગુના પહેલા પણ નોંધાયેલા છે. આવા કિસ્સાઓમાં પોલીસે સંબંધિત કંપની દ્વારા લાયસન્સ વગરની સિક્યુરિટીને કેવી રીતે જવાબદારી સોંપી તેની પણ તપાસ કરવી જોઈએ.