વાપી પંથકમાં એક ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. અહીં સંસ્કારી કુટુંબની એક યુવતી સાથે લફંગા યુવકે જાહેરમાં એવી હરકત કરી છે જેના લીધે તે યુવતી શરમમાં મુકાઈ છે. ઈન્સ્ટાગ્રામ પર દોસ્તી કર્યા બાદ યુવકે જબરદસ્તીથી યુવતીને કિસ કરી લીધી છે. આ અંગે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
વાપીના એક પ્રતિષ્ઠિત કોલેજની આ ઘટના છે. કોલેજના BBA ના થર્ડ યરમાં ભણતી 22 વર્ષીય યુવતીને ઈન્સ્ટાગ્રામ પર થોડા દિવસ પહેલાં એક ફ્રેન્ડરિક્વેસ્ટ આવી હતી. જે યુવતીએ લાંબુ વિચાર્યા વિના સ્વીકારી લીધી હતી. અહીં જ યુવતીની ભૂલ થઈ. રિક્વેસ્ટ એક્સ્પેટ કરી લીધા બાદ યુવક તે યુવતીની પાછળ પાગલ આશિકોની જેમ પડી ગયો હતો. આ યુવક અવારનવાર તેને ફોન કરતો હતો. થોડા સમય બાદ યુવકે યુવતીને પ્રેમસંબંધ માટે પ્રપોઝ કર્યો હતો, પરંતુ યુવતીએ ના પાડી હતી. ત્યારે યુવકે આપઘાત કરવાની ધમકી આપી હતી તેથી યુવતીએ મજબૂરીમાં હા પાડી હતી. થોડા સમય બાદથી યુવતી તેનાથી દૂર થતા યુવક તેના ઘર નીચે જઇ અવારનવાર ફોન કરી હેરાન કરતો.
જે અંગે યુવકના માતા-પિતાથી વાત કરતા તેઓ યુવતી સાથે ઝઘડો કરતા હતા. 20 સપ્ટેમ્બરે યુવતી સેલવાસથી ભીલાડ થઇ વાપી આવતી હતી. તે સમયે ઇસમે તેનો પીછો કરી તેની સાથે બળજબરીથી શરીર સાથે છેડતી કરી કિસ કરી લેતા ત્યાં માણસોને ભેગા થતા જોઇ ઇસમ ફરાર થઇ ગયો હતો. હેમખેમ ત્યાંથી સ્કૂટી લઇ યુવતી ઘરે પહોંચી હતી.
આ અંગે ડુંગરા પોલીસ મથકમાં આરોપી અનુભવ વિનોદ જયસ્વાલ રહે.સનરાઇઝ એપાર્ટમેન્ટ હરિયા હોસ્પિટલ રોડ છરવાડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા છે. સોશિયલ મીડિયા પર થયેલી દોસ્તી યુવતીને ભારે પડી હતી.