દિપડા જેવા હિંસક પ્રાણીઓને આંતરિયાલ ગામડા અને શહેરમાં આવતા રોકવા માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં નેચર કલબ સુરત અને વન વિભાગ દ્વારા દિપડાને આહાર મળી રહે તે હેતુથી હરણ પ્રજનન કેન્દ્ર ચલાવે છે. અહીં કુદરતી કે અકુદરતી રીતે હરણનું પ્રજનના કરાવીએ હરણોનું હિંસક પ્રાણીઓના ખોરાક માટે જંગલમાં રીલીઝ છોડી દેવામાં આવે છે અને આ રીતે દિપડા માટે ફૂડ ચેઇન જાળવી શકાશે એમ માનવામાં આવે છે.
દિપડાનું આયુષ્ય આશરે 12થી 15 વર્ષની હોય છે તેને જીવવા માટે તેના આયુષ્ય દરમ્યાન સેંકડો હરણ જેવા જીવોનો શિકાર કરવો પડે છે. એક હિંસક પ્રાણીને જીવાડવા માટે સેંકડો હરણોનો ભોગ આપવો એ કેવું લોજીક છે? આ રીતે તો દિપડાઓનો જન્મદર અને સંખ્યા વધશે અને તેઓને જંગલમાં શિકાર ઓછો પડતા વધુ દિપડાઓ ગામ અને શહેર તરફ આવશે. કુદરતના આયોજનમાં હસ્તક્ષેપ ન કરવું એજ યોગ્ય છે. જીવદયા જેવી સંસ્થાઓ આગળ આજવી પ્રવૃત્તિને અટકાવે તે જરૂરી છે.
બમરોલી – વિનોદ વી. ભાનુશાલી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.