સુરત(Surat) : ગુજરાતને (Gujarat) ત્રીજી અને સુરતને બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) મળવા જઈ રહી છે. પશ્ચિમ રેલવે (Western Railway) ઉધના અને ઇંદોર (UdhanaToIndore) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. આ ટ્રેનનું એક અંદાજીત ટાઈમ ટેબલ પણ જાહેર થયું છે. જો કે આ ટ્રેન ક્યારથી શરૂ થશે તેની કોઈ માહિતી સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી.
- સવારે 5.50 વાગ્યે ઈન્દોરથી નીકળી બપોરે 13.20 વાગ્યે ઉધના પહોંચશે, ઉધનાથી 13.55 વાગ્યે નીકળી પરત ઈન્દોર રાત્રે 21.20 વાગ્યે પહોંચશે
- 570 કિ.મી.નું અંતર સાડા સાત કલાકમાં, સરેરાશ સ્પીડ 76 કિ.મી. હશે, સુરતને ત્રીજી વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજનો લાભ મળશે
આ ટ્રેન સવારે 5.50 વાગે ઇન્દોરથી રવાના થઈને બપોરે 13.20 વાગે ઉધના પહોંચશે. તેમજ ઉધનાથી બપોરે 13.55 વાગે રવાના થઈને રાત્રે 21.30 વાગે ઇંદોર પહોંચશે. આ ટ્રેન સુરત, ભરૂચ, વડોદરા, રતલામ અને ઉજ્જૈન સ્ટેશને થોભશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ દોડશે. આ ટ્રેન 570 કિલોમીટરનું અંતર 7.30 કલાકમાં કાપશે, જેની એવરેજ સ્પીડ 76 કિલોમીટર પ્રતિ કલાક હશે.
આ ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ અને સુરતને સાંકળતી બીજી વંદે ભારત એક્સપ્રેસ હશે. આ પહેલા મુંબઈ-ગાંધીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ વાયા સુરત-વડોદરા દોડે છે. ઉપરાંત સાબરમતી અને જોધપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડે છે. હવે ઉધના-ઇંદોર વચ્ચે દોડનાર વંદે ભારત એક્સપ્રેસ ત્રીજી હશે.
ઉજજૈન મહાકાલેશ્વર જયોતિલિંગના દર્શને જતાં ભક્તો માટે આ આનંદના સમાચાર
ઉજ્જૈનમાં સ્વયંભૂ 12 જ્યોર્તિલિંગ (Jyotirling) પૈકીનું એક મહાકાલેશ્વર મંદિર આવેલું છે. મહાકાલ ભગવાનને ઉજ્જૈનના (Ujjain) રાજા માનવામાં આવે છે. આ મંદિરમાં દરરોજ વહેલી સવારે યોજાતી ભસ્મ આરતીનું (BhasmAarti) બહું જ મહત્વ છે. આ મંદિરમાં બારેય મહિના ભક્તોની ભીડ હોય છે તેમાંય મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે.
શ્રાવણ મહિનાના ચાર સોમવાર અને ભાદરવા મહિનાના પ્રથમ બે સોમવારે નીકળતી ભગવાન મહાકાલની શાહી સવારી જોવા દૂર દૂરથી ભક્તો આવે છે, ખાસ કરીને સાઉથ ગુજરાતમાંથી (SouthGujarat) પણ હજારો લોકો મહાકાલના (Mahakal) દર્શને જાય છે ત્યારે ઈન્દોર માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થાય તે સ્થાનિક ભક્તો માટે ખૂબ આનંદના સમાચાર છે.