વલસાડ: (Valsad) ઔદ્યોગિક નગરી વાપીમાં રહેતી એક મહિલાને છેલ્લા થોડા સમયથી વોટ્સએપ (Whatsapp) પર બિભત્સ (Ugly) ફોટા (Photo) અને વીડિયો (Video) આવતા હતા. મોકલનારને ના પાડવા છતાં તેણે આ હરકત ચાલુ રાખતા તેણીએ વલસાડ સાઇબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં મેસેજ કરનાર શખ્સ પતિ સાથે ભૂતકાળમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. જેને સાઇબર પોલીસે પકડી પાડ્યો છે.
- વાપીમાં સાથી કર્મચારીની પત્નિને બિભત્સ મેસેજ કરતો ગીર સોમનાથનો શખ્સ પકડાયો
- મહિલાને વોટ્સએપ પર બિભત્સ મેસેજ અને વીડિયો આવતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપીમાં રહેતી બે સંતાનની માતાને તેના મોબાઇલ પર બિભત્સ મેસેજ આવતા હતા. તેના વોટ્સએપ પર કોઇ વ્યક્તિ નગ્ન ફોટા અને વીડિયો મોકલતો હતો. જેને આવા મેસેજ અને વીડિયો મોકલવાની ના પાડવા છતાં શખ્સે આ કૃત્ય ચાલુ રાખ્યું હતુ. જેના પગલે મહિલાએ વલસાડ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. સાઇબર પોલીસે નંબરના આધારે શખ્સની તપાસ કરતા તે કાનાભાઇ કરશનભાઇ કામરિયા (ઉ.વ.38 રહે. તલાલા, ગીર સોમનાથ) હોવાનું જાણવા મળ્યું હતુ. જેની જાણ મહિલાને કરતા તેણે તેની ઓળખ કરી હતી. કાનાભાઇ તેના પતિ સાથે વર્ષ 2018 પહેલા 3 વર્ષ સુધી નોકરી કરતો હતો. જે તેને મેસેજ કરી હેરાન કરતો હતો. પોલીસે આ બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રાફિકને અડચણરૂપ થનાર રિક્ષાચાલક સામે વાપી રેલવે પોલીસની લાલ આંખ
વાપી : વાપી રેલવે સ્ટેશન પાસે ખાનગી તથા પેસેન્જર રીક્ષાઓ આડેધડ ઉભા રહેવાને કારણે રોજેરોજ ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે. મોટે ભાગના મુસાફરોએ ટ્રેન પકડવાની હોય છે જેથી તેઓ પ્લેટફોર્મ પર વહેલીતકે પહોંચવાની તૈયારી કરતા હોય છે. જો કે, વાપી રેલવે સ્ટેશનની ટિકિટબારી નજીક સીડી પાસે જ રીક્ષાવાળાઓ મુસાફરોને બેસાડવાની લ્હાયમાં આડેધડ ઉભા રહેતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે જેને કારણે ઘણી વખત અન્ય મુસાફરોની ટ્રેન પણ ચૂકાઈ જતી હોય છે. આ ટ્રાફિકને અડચણરૂપ બનનારા વાહનચાલકો સામે વાપી રેલવે પોલીસે લાલ આંખ કરી હતી. વાપી રેલવે સ્ટેશનની ટિકિટબારી સામે સીડીની બાજુમાં ટ્રાફિકને અડચણરૂપ ઉભેલા બે રીક્ષાચાલકો સામે વાપી રેલવે પોલીસે કાયદાકીય પગલા ભરવાનું શરૂ કર્યુ હતું. જેથી ગમેતેમ ઉભા રહેનારા અન્ય રીક્ષાચાલકો અને ખાનગી વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.