વલસાડ: (Valsad) આરોગ્ય વિભાગ દ્વારા તા.૧લી એપ્રિલ, ૨૦૨૧ થી ૪૫ થી ૫૯ વર્ષના વયજૂથના તમામ લોકોને તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબસેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. આ રસીકરણ માટે કોમોર્બિડીટી સર્ટિફિકેટની જરૂરિયાત રહેશે નહીં. આ રસીકરણ (Vaccination) કામગીરી માટે વલસાડ શહેરના વિવિધ સ્થળોએ રસીકરણ સેન્ટરો (Centers) શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો ઉપર સવારે ૯-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા દરમિયાન જઇ રસીકરણ કરાવી લેવા વલસાડ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
તા. ૧/૪/૨૦૨૧ના રોજ હાલર મુખ્ય પ્રા.શાળા, નગરપાલિકા હોસ્પિટલ, વલસાડ-પારડી કન્યાશાળા, સિધ્ધશીલા એપાર્ટમેન્ટ-લુહાર ટેકરા, મહાત્મા ગાંધી હોલ, મોગરાવાડી, અર્બન હેલ્થ સેન્ટર-વલસાડ પારડી, અર્બન હેલ્થ સેન્ટર-અબ્રામા, તડકેશ્વર મંદિર અને છતરીયા પાલિકા ઓફિસ, તા.૨/૪/૨૦૨૧ના રોજ ઇચ્છાબાની વાડી તિથલ રોડ, નગરપાલિકા હોસ્પિટલ, કન્યાશાળા વલસાડ-પારડી, દેસાઇ પંચની વાડી-ખંડુજી ટેકરા, અર્બન હેલ્થ સેન્ટર-વલસાડ પારડી, અર્બન હેલ્થ સેન્ટર-અબ્રામા, તા.૩/૪/૨૦૨૧ના રોજ ઇચ્છાબાની વાડી તિથલ રોડ, નગરપાલિકા હોસ્પિટલ, કન્યાશાળા વલસાડ-પારડી, ભાનુશાલીની વાડી-મોગરાવાડી, મોટા પારસીવાડ, અર્બન હેલ્થ સેન્ટર-વલસાડ પારડી, અર્બન હેલ્થ સેન્ટર-અબ્રામા, તડકેશ્વર મંદિર તેમજ છતરીયા નગરપાલિકા ઓફિસ ખાતે રસીકરણ કરાશે
તા.૪/૪/૨૦૨૧ના રોજ લાલ સ્કૂલ- હાલર રોડ, નગરપાલિકા હોસ્પિટલ, કન્યાશાળા-વલસાડ પારડી, સૂકી તલાવડી પ્રા.શાળા, અર્બન હેલ્થ સેન્ટર-વલસાડ પારડી, અર્બન હેલ્થ સેન્ટર-અબ્રામા તા.૫/૪/૨૦૨૧ના રોજ રાજીવગાંધી હોલ-વલસાડ, નગરપાલિકા હોસ્પિટલ, કન્યાશાળા વલસાડ-પારડી, અર્બન હેલ્થ સેન્ટર-વલસાડ પારડી, અર્બન હેલ્થ સેન્ટર-અબ્રામા, તડકેશ્વર મંદિર અને છતરીયા નગરપાલિકા ઓફિસ, તા.૬ અને ૭ મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ લાલ સ્કૂલ-હાલર રોડ, નગરપાલિકા હોસ્પિટલ, કન્યા શાળા વલસાડ-પારડી, અર્બન હેલ્થ સેન્ટર-વલસાડ પારડી, અર્બન હેલ્થ સેન્ટર-અબ્રામા, તડકેશ્વર મંદિર અને છતરીયા નગરપાલિકા ઓફિસ ખાતે રસીકરણ કરવામાં આવશે.
વલસાડ જિલ્લામાં બુધવારે કોરોનાના 9 કેસ નોંધાયા હતા. જેમાં ફરી સૌથી વધુ 7 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે. જોકે રાહતની બાબત એ રહી કે 5 દર્દીઓ સાજા થતા રજા અપાઈ હતી. જિલ્લામાં અત્યાર સુધી 1502 કેસ નોંધાયા છે, જે પૈકી 1254 સાજા થયા છે, જ્યારે 95 દર્દી સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી 45,432 કોરોના ટેસ્ટ કરાયા છે, જે પૈકી 43,929 નેગેટિવ અને 1502 પોઝિટિવ નોંધાયા છે. વલસાડ જિલ્લાના ગામડાઓમાં કોરોનાના મળી રહેલા દર્દીઓને જોતા તંત્ર દ્વારા સેનિટાઈઝેશન, ટેસ્ટીગ સર્વેલન્સ વધારવાની આવશ્યકતા ઉભી થઇ રહી છે.