સુરત: બ્રેઈન ડેડ (Brain Deae) ઘોષિત કરવામાં આવેલ વલસાડની (Valsad) શિક્ષિકાએ (Teacher) તેમના અંગોનું (
Organ Donation) દાન કરી અનેક જરૂરિયાતમંદોને નવજીવન બક્ષી ગયા હતા.ગત 11 સમટેમ્બરના રોજ બ્રેઈનમાં લોહીની ગાંઠ હોવાના નિદાન બાદ કેટલાક દિવસોની સારવાર બાદ તબીબોએ તેને બ્રેઈનડેડ જાહેર કરી હતી અને ત્યારબાદ ૨૭ વર્ષીય પલક તેજસ ચાંપાનેરીના (Palak Chapaneri) પરિવારે ડોનેટ લાઈફના (Donet Life) માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી ગયા હતા.
૨૭ વર્ષીય પલક તેજસ ચાંપાનેરી બ્રેઈનમાં લોહીની ગાંઠ હોવાના નિદાન થયું હતું
સુરતથી ડોનેટ લાઈફના માધ્યમથી વધુ એક અંગદાન કિરણ હોસ્પિટલ થી કરાવવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. વલસાડ મુકામે નાનકવાડા, હાલર રોડ ખાતે રહેતી ૨૭ વર્ષીય પલક તેજસ ચાંપાનેરી ધરમપુર માં આવેલ મોર્ડન સરકારી શાળામાં પ્રવાસી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. પલકને તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૧:૩૦ કલાકે માથામાં દુઃખાવો અને ઉલ્ટીઓ થતા તેને તાત્કાલિક વલસાડમાં આવેલ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે પરિવારજનોએ તેને ૧૨ સપ્ટેમ્બરના રોજ સુરતમાં આવેલ કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડાની સારવાર હેઠળ દાખલ કરી. નિદાન માટે CT એન્જ્યો કરાવતા નાના મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે કોઇલીંગ કરી લોહીનો પ્રવાહ બંધ કર્યો હતો.ત્યરબાદ .૨૦ સપ્ટેમ્બરના રોજ પલકને બ્રેનડેડ જાહેર કરી હતી.
આ એક ઈશ્વરીય કાર્ય છે,પલકના પરિજનો
પલકના પતિ તેજસે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા ત્યારે મારી પત્ની પલક પણ કહેતી હતી કે આ એક ઈશ્વરીય કાર્ય છે, દરેક વ્યક્તિએ પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવું જ જોઈએ જેથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળી શકે. મારી પત્ની પલક બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને વધુ ને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપો. પલકના મમ્મી પન્નાબેન BAPS સંસ્થા સાથે જોડાયેલા છે તેઓએ પણ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે. અંગદાન જીવનદાન છે. પલકનો પતિ તેજસ સેલવાસમાં આવેલ ઇપ્કા લેબોરેટરીમા ફાર્માસ્યુટિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે.