Dakshin Gujarat

વલસાડમાં મ્યુઝિકલ પાર્ટીમાં સ્ટેજ પર ગાયિકાની છેડતી આ ફેમસ સિંગરને ભારે પડી ગઈ

વલસાડ: (Valsad) વલસાડ તાલુકામાં ”વાડામાં બકરા ચારે બનેવી” સોંગ થી ફેમસ થયેલો સિંગર મુકેશ પટેલ (Singer Mukesh Patel) ને જાહેરમાં સિંગર યુવતીએ (Lady Singer) તમાચો માર્યો હતો જે વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઇ રહ્યો છે. કહે છે કે મુકેશ પટેલે યુવતીની જાહેરમાં છેડતી (Teasing) કરી હતી. જોકે આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર વલસાડ તાલુકાના પાલણમાં રહેતો મુકેશ પટેલ બેન્ડ પાર્ટી ચલાવે છે. વલસાડ તાલુકામાં ખૂબ ફેમસ સિંગર છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વલસાડ તાલુકામાં એક જાહેરમાં કાર્યક્રમમાં એક યુવતી સોંગ ગાઈ રહી હતી ત્યારે સિંગર મુકેશ પટેલે યુવતીની જાહેરમાં છેડતી કરી હોવાનું મનાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને લઇને યુવતીના પરિવારજનોએ સિંગર મુકેશ પટેલ ઉપર ભારે આક્રોશ ઠાલવ્યો છે. યુવતીએ જાહેરમાં મુકેશ પટેલ ને તમાચો માર્યો હતો અને મુકેશ પટેલે જાહેરમાં યુવતીને પગે પડીને માફી માંગી હતી તે વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. એક સાથે ત્રણ વીડિયો વાયરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા આવા વિડિયોને લઇને લોકોમાં આ વિષય ચર્ચામાં છે. હજી સુધી કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.

મ્યુઝિકલ પાર્ટીના કાર્યક્રમમાં છેડતીના વીડિયોની સાથે મુકેશ પટેલ દ્વારા ગાયિકાની માફી માગવામા આવી રહી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં મુકેશ પટેલ બે હાથ જોડી અને ગાયિકાના પગે પડી માફી માગતો જોવા મળી રહ્યો છે. સાથે માફી પણ માગી રહ્યો છે કે આજ પછી કયારેય છેડછાડ કરશે નહીં.  પરંતુ, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરવામા ના આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

Most Popular

To Top