વલસાડ : વલસાડના (Valsad) ધરમપુરથી એકસ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધરમપુર રોડ પર આવેલા વિસ્તારમાં રહેતી મોટી બહેનના ઘરે ૪૦ વર્ષીય નાની બહેન થોડા દિવસ માટે રહેવા આવી હતી. વરસાદ (Rain) પડતો હોવાથી મહિલા બહાર ઊભી હતી. તે દરમિયાન ગામનો ૩૦ વર્ષીય ઈસમ નશાની હાલતમાં ત્યાંથી પસાર થતો હતો. ત્યારે મહિલાની એકલતાનો લાભ લઇ તેણીને બળજબરીપૂર્વક ઘરમાં ખેંચી જઈ છેડતી કરવાની કોશિશ કરી હતી. જેથી તેણીએ બૂમો પાડતા આજુ બાજુની બહેનોએ દોડી આવી મહિલાનો બચાવ કર્યો હતો. બાદમાં પીડિતાએ ૧૮૧ ટીમને (181 Team) બોલાવી હતી
- પીડિતાએ બૂમો પાડતા મહિલાઓએ દોડી આવી યુવકને પકડી મેથીપાક ચખાડ્યો
- વલસાડમાં ૪૦ વર્ષીય મહિલાની ૩૦ વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી
અગાઉ પણ આ શખ્સે અન્ય મહિલાઓ સાથે પણ આવી કોશિશ કરી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં પીડિતાએ ૧૮૧ ટીમને બોલાવી હતી. અભયમની ટીમ આવે તે પહેલા છેડતી કરનાર શખ્સે ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ બધી મહિલાઓએ નરાધમને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ૧૮૧ની ટીમે ૩૦ વર્ષીય યુવકને સમજાવવાની કોશિશ કરી એના પરિવારને પણ જાણ કરી હતી, પરંતુ પરિવાજનોએ પણ આવવા માટે ના પાડી હતી. જેથી ગામના લોકોએ અને પીડિતાએ કાર્યવાહી કરવા જણાવતા ૧૮૧ ટીમે કાયદાકીય માહિતી આપી સિટી પોલીસ સ્ટેશન જઈ અરજી આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ : વલસાડ જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને લઈ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારના નીચા કોઝવે પાણીમાં ડૂબી જતાં આવાગમનને ગંભીર અસર પહોંચી હતી. વિશેષ કરી અંતરિયાળ કપરાડા તાલુકામાં કોઝ્વે અને ચેકડેમ ઓવર ટેપિંગને લઈ 31 માર્ગ બંધ કરી દેવામાં આવતા 50 થી વધુ ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો ધરમપુર-વાપી માર્ગ ઉપર નાનાપોંઢા ચારરસ્તા પાસે પાણી ફરી વળતા વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. અંતરિયાળ ગામોમાં નીચા કોઝવે ડૂબી જતાં શાળાએ જતા બાળકો, શિક્ષકો, દૂધ ભરવા જતાં લોકો અને વિશેષ કરી તાત્કાલિક સારવારની જરૂર ધરાવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વર્ષોથી લોકો નીચા કોઝવેને ઉંચો બનાવવા કે નાનાપુલ બનાવવા રજૂઆત કરવા છતાં સ્થાનિક ભાજપ કે પછી વિપક્ષ દ્વારા કોઈ નક્કર ધ્યાન નહીં અપાતા દર ચોમાસામાં તેનો ભોગ લોકો બની રહ્યા છે.