વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા પોલીસ (Police) વડાએ ટુંક જ સમયમાં ફરીથી પીઆઇની આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો છે. જેમાં તેમણે વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા 11 પીએસઆઇ (PSI) અને 6 પીઆઇની (PI) બદલી કરી દીધી છે.
- વલસાડ જિલ્લામાં 11 પીએસઆઈ અને 6 પીઆઇની આંતરિક બદલી
- સિટી પીઆઈ મોરી એલઆઈબીમાં, વાપી ટાઉન પીઆઈ સરવૈયા જીઆઈડીસીમાં મૂકાયા
વલસાડ જિલ્લા પોલીસ વડાએ કરેલા હુકમમાં વલસાડ સિટી પીઆઇ વી.ડી.મોરીને એલઆઇબી ખાતામાં મુકી દીધા છે. જ્યારે તેમના સ્થાને સાઇબર ક્રાઇમમાં ફરજ બજાવતા એસ.ડી. ચૌધરીને મુક્યા છે. ત્યારબાદ વાપી ટાઉન પીઆઇ સરવૈયાને વાપી જીઆઇડીસી અને ડુંગરા પીઆઇ સી.બી.ચૌધરીને વાપી ટાઉનમાં મુક્યા છે. જ્યારે જીઆઇડીસીના પીઆઇ વી.જી.ભરવાડને ડુંગરા પોલીસ મથકે મુકી દેવાયા છે. આ સિવાય એલઆઇબીમાં ફરજ બજાવતા આર. કે. રાઠવાને સાઇબર ક્રાઇમમાં મુકી દેવાયા છે.
વલસાડમાં પીએસઆઇની બદલીઓમા સિટી પોલીસ મથકના પીએસઆઇ સગરને એસઓજીમાં, રૂરલમાં ફરજ બજાવતા અમિરાજ રાણાને ડુંગરી પોલીસ મથકનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે, રૂરલના પીએસઆઇ જે.જી.પરમારને નાનાપોંઢા પોલીસ મથકનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. ડુંગરી પીએસઆઇ જે. જે. ડાભીને રૂરલ પોલીસ મથકે ખસેડાયા છે, ભીલાડ પીએસઆઇ બી.એચ.રાઠોડને એસઓજીમાં મુકાયા છે, નાના પોંઢા પીએસઆઇ જી.એસ.પટેલને કપરાડા મુકાયા છે, પેરોલ ફર્લોના પીએસઆઇ એસ. આર. સુસલાદેને ભિલાડ મુકાયા છે. એસઓજીના જે.એન.સોલંકીને વલસાડ સિટી, વી.એમ.સાટિયાને રૂરલ, કપરાડાના વી.એ.વસાવાને વાપી ટાઉન અને વાપી ટાઉનના પીએસઆઇ એસ. જે. પરમારને પેરોલ ફર્લો સ્ક્વોર્ડમાં મુકાયા છે.
મોરાઇ વોટરપાર્ક પાસે ગાય સાથે એક્ટિવા અથડાતા આધેડનું મોત
વલસાડ : વાપી નજીક મોરાઇ ગામે આવેલા વોટર પાર્ક નજીક રોડ પર એક્ટિવા લઇને જઇ રહેલા એક આધેડની મોપેડ ગાય સાથે અથડાતા તેમને શરીરે ગંભીર ઇજા થઇ હતી. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ દમણ દિલિપ નગરમાં રહેતા રવિનારાયણ બાઆનમબર સ્વેન (ઉ.વ.63) ગત રોજ પોતાના એક્ટિવા પર ઘરે જઇ રહ્યા હતા. ત્યારે દમણ મધ્યમાં આવતા ગુજરાતની હદના મોરાઇ ગામમાં વોટર પાર્ક પાસે રોડ પર એક ગાય સાથે તેમનું એક્ટિવા (ડીડી-03-જી-8771) ગાય સાથે અથડાયું હતુ. જેના પગલે તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ બનાવ સંદર્ભે તેમના પુત્રી પુષ્પાંજલીએ વાપી ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.