વલસાડ: વલસાડ રૂરલ પોલીસની (Valsad Rural Police) ટીમ પેટ્રોલિંગ (patrolling) દરમિયાન ફિલ્મી સ્ટાઈલમાં (filmy style ) કારને રોકી તપાસ હાથ ધરી હતી. રૂરલ પોલીસની ટીમને કારમાં (car) બનાવેલા ચોરખાનામાંથી 173 કિલો ચાંદીના દાગીના (jewelry) મળી આવ્યા હતા. પોલીસે પહેલા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલકે કારને રોકી હતી નહીં. જો કે ત્યાર બાદ પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં કારનો પીછો કરી તેની રોકી હતી. પોલીસ કારમાં સવાર ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દાગીના કોલ્હાપુરથી ઉદયપુર લઈ જવામાં આવી રહ્યા હતા.
કોલ્હાપુરથી ઉદયપુર દાગીના લઈ જવાઈ રહ્યા હતા
વલસાડ રૂરલ પોલસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે પોલીસને જોઈને ગભરાયને કારને ભગાડી દીધી હતી. જો કે પોલીસે પણ ફિલ્મે ઢબે પીછો કરી કરાને ધમડાચી રામદેવ ધાબા પાસેથી ઝડપી પાડી હતી. ત્યાર બાદ પોલીસે કારનું ચેકિંગ હાથ ધર્યું હતું. કારની તપાસ કરતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી પોલીસને ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસે આ મામલે ત્રણ લોકોના અટકાયત કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોલ્હાપુરથી ઉદયપુર દાગીના લઈ જવાઈ રહ્યા હતા. જ્યારે કાર વલસાડ પાસેથી પસાર થતા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને શંકા જતા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
કારમાં ચોરખાનું બનાવી દાગીના લઈ જવાતા હતા
વલસાડ નજીક જ્યારે વલસાડ રૂરલ પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ન રોકતા, કારમાં કંઈક શંકાસ્પદ વસ્તુ હોવાની શંકા પ્રબળ બની હતી. તેથી પોલીસે પણ ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરી કારને ઝડપી પાડી હતી. જ્યારે પોલીસે કારની તપાસ કરી તો પોલીસને કારમાંથી ચોરખાનું મળી આવ્યું હતું, કારમાં સીટના પાછળના ભાગમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, પોલીસને ચોરખાનામાંથી ચાંદીના પાયલ મળી આવ્યા હતા. પોલીસને ચોરખાનામાંથી 46 પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. લગભગ 173 કિલો ચાંદીના પાયલનો જથ્થો જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાથી વધારે થાય છે. પોલીસે જ્યારે આ દાગીનાનું બિલ માંગ્યું હતું તો કારમાં સવાર લોકો બિલ રજૂ કરી શક્યા ન હતા. તેથી વલસાડ પોલીસે શંકાને આધારે જથ્થો કબજો કરી લીધો હતો. કારમાં સવાર કારચાલક વિજય રામચંદ્ર પાટીલ સહિત સંતોષ ગણપતિ અને સતીષ ગણપતિની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.