દમણ, સેલવાસ, વલસાડ: (Valsad Daman) સંઘપ્રદેશ દમણમાં મંગળવારે કોરોનાના વધુ 4, વલસાડ જિલ્લામાં 1 અને દાદરા નગર હવેલીમાં એક કેસ નોંધાયો હતો. સંઘપ્રદેશ 4 કેસ સામે આવતા આરોગ્ય વિભાગે ચારેય દર્દીઓને કોવિડ-19 વોર્ડમાં દાખલ કર્યા હતા. આો 9 દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેને લઈ હવે પ્રદેશમાં એક્ટીવ કેસની (case) સંખ્યા 12 રહેવા પામી છે. જ્યારે વલસાડ જિલ્લામાં કોરોનાનો સોમવારે 1 કેસ નોંધાયો હતો. જેમાં વલસાડ ઝરણા પાર્ક અબ્રામા ખાતે રહેતો 29 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 1391 કેસ નોંધાયા છે, જે પૈકી 1223 ને રજા આપી દેવાઈ છે અને 15 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે કોરોનાના અત્યાર સુધી કુલ 40,357 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 38,966 નેગેટિવ અને 1391 પોઝિટિવ નોંધાયા છે.
ઉપરાંત દાદરા નગર હવેલીમાં મંગળવારે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. પ્રદેશમાં હાલ 14 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 1653 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું અગાઉ મોત થયેલું છે. પ્રદેશમાં 224 નમૂનાઓ લેવાયા હતા. જેમાંથી એક વ્યક્તિનો કેસ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે નવસારી જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. ગત રવિવારે કોરાનાના વધુ નવા 5 કેસ નોંધાયા બાદ ગત સોમવારે કોરોનાના 2 કેસ નોંધાયા હતા. જેથી 2 જ દિવસમાં 7 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે આજે મંગળવારે જિલ્લામાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. જોકે આજે એક દર્દીને રજા અપાતાં જિલ્લામાં કુલ 1487 દર્દીઓ સાજા થયા છે.
વ્યારામાં વધુ ૨ કોરોના પોઝિટિવ, ૯ કેસ એક્ટિવ
સુરત: વ્યારામાં વધુ ૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. હાલ ૯ કેસ એક્ટિવ હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. વ્યારામાં નોંધાયેલા કોરોનાના ૨ કેસમાં નવા બસ સ્ટેશન પાસે આવેલ રોયલ એન્કલેવમાં ૨૫ વર્ષિય મહિલા અને મુસા ગામે આવેલ ગુણાતીત નગરમાં ૩૫ વર્ષિય પુરુષ કોરોના સંક્રમિત થયા છે.