વલસાડ: (Valsad) એક સ્ત્રી હોમમેકર હોવાની સાથે પોતાની ટેલેન્ટને પણ ઉજાગર કરી શકે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત વલસાડની પૂજા (Pooja) જિનેશ મહેતાએ પૂરું પડ્યું છે. બાળપણથી બેડમિન્ટનના (Badminton) શોખને કેળવીને અનેકો ચેમ્પિયનશીપ ઇન્દોર, મધ્યપ્રદેશ મુકામે મેળવીને લગ્નના ૧૭ વર્ષ બાદ ફરીથી પોતાની ટેલેન્ટ માટે સખત પરિશ્રમ કરી એણે ગત ૨૩.૩.૨૦૨૩ના રોજ યોનેક્ષ ઓલ ઇન્ડીયા માસ્ટર્સ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગોવા મુકામે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- લગ્નના ૧૭ વર્ષ બાદ વલસાડની પૂજા મહેતાએ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું
- હાલ પૂજા મહેતા વલસાડ પાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં લગ ભગ ૫૦ જેટલાં સ્ટુડન્ટસને બેડમિન્ટનની ટ્રેનિંગ આપી રહ્યા છે
જેમાં તેણે સિંગલ્સ અને મીક્ષ ડબલ્સમાં ( ૪૫+ કેટેગરીમાં) નેશનલ ચેમ્પિયનશીપ જીતીને મહેતા પરિવાર અને વલસાડનું ગૌરવ વધાર્યું છે. હવે તે કોરીઆ મુકામે વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. હાલ પૂજા મહેતા વલસાડ પાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં લગ ભગ ૫૦ જેટલાં સ્ટુડન્ટસને બેડમિન્ટનની ટ્રેનિંગ આપી રહ્યા છે.
ડાંગના કિરલી ગામનો બોક્સરની ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમાં પસંદગી
સાપુતારા : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અંતર્ગત ડિગ્રી કોલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન ખેડા ખાતે બી.પી.એડનો અભ્યાસ કરી રહેલો ડાંગ જિલ્લાનો યુવા બોક્સર ખેલાડી ધર્મેશ ગાવિત આગામી મહિનામાં ઓડિશામાં યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીંમાં પસંદગી પામ્યો છે. યુનિવર્સિટીની રમતમાં પસંદગી પામેલા આ વિદ્યાર્થીનું નેશનલ સિલેક્શન 16 ડિસે.2022 એ ડિગ્રી કોલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન મહેમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 46 ટુ 48 વેઇટ કેટેગરીમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં તેની પસંદગી કરવામાં આવી છે. જે બાદ હવે આગામી 4 માર્ચ 2023 એ ઓડિશા ખાતે યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની બોક્સિંગ ટુર્નામેન્ટમાં ધર્મેશ ગાવિત ભાગ લેશે. ધર્મેશની આ સિદ્ધી બદલ કોલેજ પરિવારે તેને શુભકામનાઓ પાઠવી હતી.