વલસાડ: (Valsad) વલસાડમાં બુધવારે ધોળે દહાડે બંગલામાં ચોરી કરવા આવેલા બે ચોરો (Thief) બંગલાની બહાર લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા હતા. વલસાડ તિથલ રોડ પરની બુદ્ધ સોસાયટીના બંગલા નંબર 11માં રહેતો પરિવાર બુધવારે ફરવા ગયો હતો. તે દરમિયાન બપોરે બંધ બંગલામાં બે અજાણી મહિલાઓ રેકી કરવા આવી હતી. ત્યારબાદ તરત જ બે અજાણ્યા ઈસમો બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી બંગલામાં પ્રવેશ્યા હતા. અને દરવાજા પર લાગેલું તાળું તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આધુનિક ટેકનોલોજીના કેમેરાથી બંગલાના મલિકને તેમના મોબાઈલમાં (Mobile) અલર્ટનું અલાર્મ (Alert Alarm) વાગતા તેમણે તેમના મોબાઈલમાં ચેક કરતા બંગલામાં બે શકમંદ ઈસમોને જોઈ લેતા તાત્કાલિક તેમને ત્યાં કામ કરતા કર્મચારીને બાંગ્લા પર મોકલ્યો હતો. કર્મચારીને આવતો જોઈ બંનેને તસ્કરો ભાગી છુટ્યા હતા.
દમણ એકસાઇઝ વિભાગે ડાભેલમાં બે સ્થળેથી ગેરકાયદે દારૂનો જથ્થો પકડ્યો
સુરત: સંઘપ્રદેશ દમણ એક્સાઇઝ વિભાગે ડાભેલ વિસ્તારમાંથી અવૈધ દારૂનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. વિભાગની ટીમ ગુરૂવારે સવારે ડાભેલ ચેક પોસ્ટ પર તૈનાત હતી ત્યારે એક ટેમ્પો નંબર GJ-18-AV-9441 શંકાસ્પદ જણાતાં તેની અંદર તપાસ કરતા પ્લાયવુડની આડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. દારૂની બોટલોની ગણતરી કરી તો અંદરથી ટોટલ 1812 જેટલી વિવિધ બ્રાન્ડ દારૂની બોટલો મળી આવી હતી. જ્યાં એકસાઈઝ વિભાગે દારૂની બોટલો અને ટેમ્પાને કબજે કરવાની કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજી બાજુ સાંજે 4 કલાકની આસપાસ વિભાગની ટીમને જાણકારી મળી કે ડાભેલ વિસ્તારમાંથી અવૈધ રીતે દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી તેમની ટીમે ડાભેલ વિસ્તારમાં જઈને 3811 જેટલી બોટલો જપ્ત કરી હતી. જ્યાં તપાસમાં જાણવા મળ્યું કે સમગ્ર દારૂનો જથ્થો તેજલ બાર એન્ડ રેસ્ટોરન્ટમાંથી ખરીદ્યો હોવાનું ખુલતાં વિભાગે બાર એન્ડ રેસ્ટોરન્ટ સામે કાયદાકીય તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પારડીમાં દારૂના ગુનામાં ફરાર આરોપી નેવરી ગામમાંથી ઝડપાયો
પારડી : પારડી પોલીસ મથકે વર્ષ 2021માં દારૂના ગુનામાં વિપુલ દિનેશભાઈ પટેલ (રહે. વેલવાંચ, વલસાડ) વોન્ટેડ હતો. દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી વિપુલ પટેલ પારડી તાલુકાના નેવરી ત્રણ રસ્તા પાસે હોવાની પોલીસને બાતમી મળી હતી. પારડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વિપુલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.