Dakshin Gujarat

વલસાડ જિલ્લાના નેશનલ તેમજ સ્ટેટ હાઇવે પર થતા અકસ્માતોના સરવે પછી આ તથ્ય બહાર આવ્યું

વલસાડ : વલસાડ (Valsad) હાઇવેની (Highway) જર્જરિત હાલતના કારણે અહીં અનેક અકસ્માતો (Accident) થઇ રહ્યા છે. જેમાં સોનવાડામાં એક પરિવારના (Family) મોત (Death) બાદ મામલો વધારે ગરમાયો હતો. ત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી વતી આરટીઓએ ટ્રાફિક પોલીસ (Traffic Police) સાથે જિલ્લામાં સરવે કરી 24 જોખમી પોઇન્ટ નક્કી કર્યા છે. જેમાં 5 થી વધુ પોઇન્ટ પર જાનલેવા ખાડા હોવાનું પણ નોંધ્યું હતું.

  • ગુજરાત રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત આરટીઓ અને ટ્રાફિક પોલીસે સરવે કરી આ પોઇન્ટ નક્કી કર્યા
  • ટર્નિંગ પોઈન્ટ, મોટા ખાડા, સર્વિસ રોડ-હાઈવે પરનું જોડાણ જીવલેણ અકસ્માતોનું કારણ બન્યા


વલસાડ આરટીઓ દ્વારા હાથ ધરાયેલા સરવેમાં વલસાડ જિલ્લાના નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પર થતા અકસ્માતોનો સરવે કર્યો હતો. કયા સ્થળે વધુ અકસ્માત થાય એ મુજબ સ્થળ નક્કી કરતા તેમણે જિલ્લામાં 24 પોઇન્ટ નક્કી કર્યા હતા. જેમાં કોઇ પોઇન્ટ પર રેલિંગના અભાવે અકસ્માત થતા હોવાનું બહાર આવ્યું હતું. કોઇ પોઇન્ટ પર ટર્નિંગના કારણે તો કોઇ પોઇન્ટ પર સર્વિસ રોડ અને હાઇવેનું જોડાણ થયું હોય ત્યાં જીવલેણ અકસ્માતો થતા હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ વખતે હાઇવે પર મોટા મોટા ખાડાઓના કારણે પણ અકસ્માતો થતા હોવાનું આ સરવેમાં બહાર આવ્યું હતુ. જેમાં વલસાડના સોનવાડા ગામની હદના બ્રિજનો ખાડો, પારડી નજીકના ઓવરબ્રિજનો ખાડો તેમજ પારડી વાપી વચ્ચેના અનેક ખાડાઓ જીવલેણ હોવાનું પણ સરવેમાં બહાર આવ્યું હતું. આ સરવે બાદ ગુજરાત રોડ સેફ્ટી વિભાગે હાઇવે ઓથોરિટીને ખાડા પુરવાની તાકીદ કરી છે તેમજ જે જે સ્થળે રેલિંગ લગાવવા જેવા સૂચનો પણ કર્યા છે, પરંતુ આ સૂચનોનો અમલ હાઇવે ઓથોરિટી ક્યારે કરશે એ જોવું રહ્યું.

ઉમરગામ ટાઉનથી ઉમરગામ સ્ટેશન, સંજાણ માર્ગની હાલત ખૂબ જ ખરાબ
ઉમરગામ : ઉમરગામના બિસ્માર બનેલા માર્ગોનું મરામત કરવા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા વલસાડ જિલ્લા કલેકટર, માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેર તથા તાલુકાના ધારાસભ્યને સંબોધીને એક આવેદનપત્ર ઉમરગામના મામલતદારને આપવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉમરગામ ટાઉનથી ઉમરગામ સ્ટેશન, સંજાણ માર્ગની હાલત ખૂબ જ ખરાબ છે જેના કારણે વાહન ચાલકોએ ખૂબ જ હાલાકી વેઠવી પડે છે નાના-મોટા અકસ્માતો રોજના થાય છે, સત્વરે આ માર્ગનું ડામરનું પેચવર્ક (મરામત) કરવા નવીનીકરણ કરવાની ખૂબ જરૂર છે.

Most Popular

To Top