વર્ષ 2025-26 વિજય હજારે ટ્રોફીના પ્લેટ ગ્રુપમાં અરુણાચલ પ્રદેશ સામે બિહારની ઇનિંગ 14 વર્ષના બેટ્સમેન માટે ઘણી મોટી સ્ટોરી બની ગઈ. અંડર-૧૯ એશિયા કપમાં પાકિસ્તાન સામેની ફાઇનલમાં અપેક્ષા મુજબ સારું પ્રદર્શન ન કરવાનો અફસોસ સાથે રાંચી આવતા જ વૈભવે 190 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ તેની રેકોર્ડબ્રેક ઇનિંગ હતી.
આજે તા. 24 ડિસેમ્બરને બુધવારે બિહારે રાંચીના JSCA ઓવલ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને શરૂઆતથી જ તેણે સ્પષ્ટ કરી દીધું કે તેના ઇરાદા ઉંતા હતા. પરંતુ જે બન્યું તે તેનાથી ઘણું વધું હતું. વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 226.19ના સ્ટ્રાઈક રેટથી 190 રન બનાવ્યા જેમાં 15 છગ્ગા, 16 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
બિહારે આ 50 ઓવરની મેચમાં 754/6 નો સ્કોર બનાવ્યો હતો . રેકોર્ડ્સ દર્શાવે છે કે આ લિસ્ટ A ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. અગાઉ તમિલનાડુએ લિસ્ટ A ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 2022માં વિજય હજારે ટ્રોફીના એલીટ ગ્રુપમાં બેંગલુરુમાં અરુણાચલ પ્રદેશની આ જ ટીમ સામે 506/2નો સ્કોર બનાવ્યો હતો.
મંગલ મહારૌર (33 રન, 43 બોલ) સાથે મળીને વૈભવે ઇનિંગ્સનો પાયો નાખ્યો. પહેલી વિકેટ 158 રન પર પડી. પણ પછી વૈભવે ગિયર બદલ્યું. કવર ડ્રાઇવથી લઈને પુલ્સ અને લોંગ-ઓન પર છગ્ગા ફટકારવા સુધી. દરેક શોટ આત્મવિશ્વાસ રમતો રહ્યો.
વૈભવે 59 બોલમાં 150 રન બનાવ્યા. નેરીએ આખરે વૈભવની વિકેટ મેળવી પરંતુ ત્યાં સુધીમાં બિહારના સ્ટારે પોતાનું કામ કરી દીધું હતું. જોકે તે બેવડી સદી ચૂકી ગયો. જ્યારે વૈભવની વિકેટ પડી ત્યારે સ્કોર 261 હતો.
માત્ર 14 વર્ષ અને 272 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશી પુરુષોની લિસ્ટ A ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બન્યો. આ તેની માત્ર સાતમી લિસ્ટ A મેચ હતી. તેણે ડિસેમ્બર 2024માં મધ્યપ્રદેશ સામે લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું. આ ઇનિંગ ભારતીય ઘરેલુ ક્રિકેટમાં એક નવી પ્રતિભાના ઉદભવનો સ્પષ્ટ સંકેત આપે છે.
ડી વિલિયર્સને પણ પાછળ છોડી દીધો
ખરેખર, વૈભવ સૂર્યવંશીએ પુરુષોની લિસ્ટ એ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. તેણે ફક્ત 59 બોલમાં 150 રન પૂરા કર્યા, જે અત્યાર સુધીનો સૌથી ઝડપી 150 રન છે . આ રેકોર્ડ સાથે તેણે એબી ડી વિલિયર્સ (2015 માં વેસ્ટ ઇન્ડીઝ સામે 64 બોલ) અને જોસ બટલર (2022 માં નેધરલેન્ડ્સ સામે 65 બોલ) જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા. આટલી નાની ઉંમરે આ લિસ્ટ એ વર્લ્ડ રેકોર્ડ બનાવતા વૈભવ સૂર્યવંશી માત્ર સ્થાનિક ક્રિકેટ જ નહીં પરંતુ વૈશ્વિક ક્રિકેટ ચર્ચાઓના કેન્દ્રમાં આવે છે.