વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરીજનો માટે શહેરમાં બાગ બગીચા બનાવેલા છે જ્યાં તેઓ હરિ ફરી શકે તેમજ સવાર સાંજ કસરત કરી પોતાનું સ્વાસ્થ્ય જળવી શકે. હાલ કોરોના સંક્રમણ વધતા બાગ બગીચા જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે. શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે શહેરના વાઘોડિયારોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ વૃદાવન બાગમાં ગંદકી ફેલાયેલી છે ઉપરાંત આ બાગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ત્યારે આ બાગને સાગ સફાઈ કરવી આસ પાસના દબાણો હટાવી જનતા માટે બગીચો શરૂ કરવાની માંગ કરી હતી.
વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે વૃંદાવન ગાર્ડન આવેલો છે જેનો ઉપયોગ વાઘોડિયા રોડની જનતા કરી શકતી નથી તેનું મુખ્ય કારણ એ છે કે દરવાજા તૂટેલા છે ગંદકીના ઢગલા છે સાથે રાત્રે અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલો યોજસી રહી હોવાને કારણે દારૂની બોટલો પડેલી હોય છે . ત્યારે આ બગીચો વાઘોડિયાની જનતા માટે ખુલ્લો ખુલ્લો કરવો ખૂબ જરૂરી છે . આ બાગની મુલાકાત સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા થોડા સમય પહેલાં જ લેવામાં આવી હતી.પરંતુ બાગની પરિસ્થિતિમાં કોઈજ ફરક પડ્યો નથી. અસામાજિક તત્વોનો આફો બનેલ આ બાગ માં થતી ગતિ વિધિ કોઇ રાજકીય નેતા કે વહીવટી અધિકારીની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો હોવાનું સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું .ઉપરાંત કદાચ આ જગ્યામાં હેતુ ફેર કરીનેબશક માર્કેટ બનાવવાની માટેની વિચારણા કજસલીબરહી હોવાની જાણકારી મળી છે.