Vadodara

વાઘોડિયા રોડની સોસાયટીના મકાનમાં ૧.ર૪ લાખની ચોરી

વડોદરા: બે વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલા મકાન માલિકના બંધ મકાનમાં હાથફેરો કરતી તસ્કર ટોળકી ભગવાનના વાસણ સોના ચાંદીના દાગીના, રોકડ સહિત 1.24 લાખની મત્તા તફડાવીને પલાયન થઇ ગઇ હતી.  વાઘોડિયા રોડ સ્થિત કોર્પોરેશન ગાર્ડન સામે આવેલી પ્રભાત સોસાયટીના મકાન નંબર એ-19માં રહેતા હિમાંશુ હર્ષવદન શાહ બે વર્ષથી અમેરિકાના ન્યુજર્સીમાં સહપરિવાર ગયા છે. તા. 21મીએ હિમાંશુએ કેન્દ્રનગરમાં રહેતા તેમના મોટાભાઇ દિપકને ફોન કરીને જણાવેલ કે તા.27 મીએ સહપરિવાર વડોદરા આવીએ છે. તો બંધ મકાનમાં સાફ સૂફી કરાવી નાખજો. તા. 21મીએ દિપકભાઇ મકાનમાં સાફ સૂફી કરાવવા જતા જ ચોકી ઉઠ્યા હતા. દરવાજાના તાળા નકૂજા તૂટેલા હતા અને સરસામાન વેરવેખિર પડ્યો હતો.હિમાંશુભાઇએ 1.24 લાખની ઘરફોડ ચોરીનો ગુનો અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ નોંધાવતા પીએસઆઇ ચૌધરીએ કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top