વડોદરાના ભદારી ગામે નર્મદા નદીમાં તણાયેલા 3 કિશોર લાપતા થયા હતા. 6 કિશોર સાથે ફરવા ગયા હતાં જેમાંથી ચાર નદીમાં ન્હાવા ગયા હતા. ચારેય કિશોર ડૂબ્યા લાગ્યા હતા. એક કિશોર જેમતેમ કરી બહાર નીકળી ગયો હતો. જ્યારે ૩ લાપતા બનતા શોધખોળ કરવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ ભદારી ગામની આસપાસના ગામોમાં રહેતી પરિણીત બહેનોના ઘરે ભાઇ-બીજ કરવા મંગળવારે સાંજે છ કિશોર ગયા હતા. તેમજ તેમજ નવા વર્ષે મળવા માટે આવ્યા હતા. કિશોરો દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં પિકનીક મનાવવા માટે નર્મદા નદીના કિનારે પહોંચી ગયા હતા. 4 કિશોર નદીમાં નહાવા ગયા હતાં. જોત જોતામાં તેઓ નર્મદા નદીમાં તણાવા લાગ્યા હતા. અનિલ વસાવા નામનો કિશોર મોતને મ્હાત આપી તરીને કિનારા ઉપર આવી ગયો હતો. પરંતુ કિશન, અક્ષય અને સોહિલ નદીના ધસમસતા વહેણમાં લાપતા થઇ ગયા હતા.
નદીમાં નાહવા જતા પહેલાં તમામ મિત્રોએ સેલ્ફી તેમજ ફોટો ગ્રાફી અને વિડીયો ગ્રાફી કરી હતી.લાપતા કિશોરોની 15 કલાકથી કરજણ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે. 3 પૈકી બે કિશોર પરિવારના એકના એક પુત્ર હતા.