Vadodara

વડોદરા: ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં પાણીનો વિકટ પ્રશ્ન, સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

વડોદરા: વડોદરામાં (Vadodara) ફરી એક વખત પાણીની (Water) બુમરાણ ઉઠી છે. ફતેપુરા વિસ્તારમાં પાણી પ્રશ્ને મહિલાઓ મેદાનમાં ઉતરી હતી. માર્ગ પર ચક્કાજામ કર્યું અને બાદમાં વોર્ડ ઓફિસ (Ward office) પહોંચતા અધિકારી મળ્યા ન હતા. જ્યારે બીજી તરફ વોર્ડ કચેરીમાં વીજ પુરવઠાનો વેડફાટ થતો જોવા મળ્યો હતો.

સ્માર્ટ સીટી વડોદરામાં પાણીનો કાળો કકળાટ ફરી શરૂ થયો છે.એક તરફ વડોદરા મહાનગરપાલિકાને બેસ્ટ વોટર મેનેજમેન્ટનો એવોર્ડ મળ્યો છે. તો ફતેપુરા વિસ્તારમાં પાણીની સમસ્યાએ તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી હતી. ફતેપુરા વિસ્તારમાં આવેલ પાંજરીગર મહોલ્લામાં છેલ્લા 6 મહિનાથી પાણી નહીં આવતા સ્થાનિક મહિલાઓએ વિસ્તારના કોર્પોરેટર,વોર્ડ અધિકારી તેમજ પાલિકાની વડી કચેરી ખાતે પણ રજૂઆત અનેક વખત કરી હતી. તેમ છતાં આજદિન સુધી તેઓની સમસ્યાનું નિરાકરણ નહીં થતા મહિલાઓ રોષે ભરાઈ હતી.મહિલાઓએ સ્થળ પર ચક્કાજામ કર્યું હતું.

જ્યારે સ્થળ પર પાલિકાના કર્મચારીઓને પણ આડેહાથ લીધા હતા.જોકે ચક્કજામથી અનેક વાહનચાલકો અટવાયા હતા. જ્યારે બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી, અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.ત્યારબાદ મહિલાઓ આગેવાનો સાથે મોરચા રૂપે વોર્ડ કચેરી ખાતે પહોંચી હતી. જો કે ત્યાં અધિકારી નહીં મળતા મહિલાઓએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. છેલ્લા છ મહિનાથી પાણી વગર તરવડતા ફતેપુરા પાંજરીગર મહોલ્લાના રહીશો હેરાન પરેશાન થયું થયા છે વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે. પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને એસી કેબિનમાં બેઠેલા અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.

છેલ્લા 6 મહિનાથી અમારા નળોમાં પાણી પડતું નથી. અમે બોલી બોલીને હવે થાકી ગયા છે માટે અમારે ના છૂટકે આંદોલન કરવું પડ્યું. વોર્ડ કચેરીમાં રજૂઆત કરીએ છે તો કોઈ જવાબ આપતા નથી. : સ્થાનિક મહિલા

વારંવાર રજૂઆત કરવા છતાં પણ વર્કઆઉટ કરવામાં આવતું નથી ચાર ચાર કોર્પોરેટરો છે પણ કોઈ સાંભળતું નથી, અને ધારાસભ્ય મનિષાબેન વકીલ છે. તેઓ પણ સાંભળતા નથી છ મહિનાથી ગંદુ પાણી આવી રહ્યું છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત હોવા છતાં પણ કોઈ કામગીરી થતી નથી જેથી અહીંયા અમે ચક્કાજામ કર્યું અહીં સ્થળ પરથી વોર્ડ અધિકારીને ફોન કર્યો તો તેમણે ફોન રિસીવ કર્યો નથી આ એક જ વિસ્તાર નથી બીજા અન્ય મુસ્લિમ વિસ્તારમાં પણ આ જ સમસ્યા છે. તંત્રને એક જ વિનંતી છે કે ગંદુ પાણી આવે છે જે તમે પીને જુઓ તો ખબર પડે. : સ્થાનિક આગેવાન

પાણીની સમસ્યા માટે અમે બોર્ડ ઓફિસમાં આવ્યા છે. ઘણા સમયથી આ સમસ્યા છે, પણ કોઈ ધ્યાન આપતું નથી સાહેબો વારંવાર રજૂઆત કરવા જઈએ તો આજે આવીશું કાલે આવીશું ને જવાબ આપી રહ્યા છે. ઘણીવાર દૂષિત આવે છે, તો ઘણી વખત પાણી આવતું જ નથી. રોજે રોજ બહારથી વેચાતું પાણી લાવવું અમને પરવડતું નથી. જેથી હવે જો સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો હવે અમારે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડશે : સ્થાનિક રહીશ

Most Popular

To Top