Vadodara

તેજ પવનો સાથે કમોસમી વરસાદમાં વડોદરા ઠુંઠવાયુ

વડોદરા : હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેર જિલામાં  છેલ્લા બે દિવસથી વાદળછાયો માહોલ હતો જોકે વહેલી સવારથી જ શહેરનમાં  કમોસમી માવઠું થયું હતું સવારથી અવિરત ધીમેધારે વરસાદ વરસ્યો હતો ભાર શિયાળામાં ચોમાસું હોય તેવો માહોલ સર્જાયો હતો તેજ પવનો અને શીત લહેરો સાથે કમોસમી વરસાદ ખાબકતા વડોદરાના નગરજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. લો પ્રેશરના કારણે શિયાળાની શરૂઆત સાથે જ હવામાન વિભાગે વડોદરા શહેર અને જીલ્લમાં ફરી માવઠું થશે એવી આગાહી કરી હતી જેની અસર ગઈકાલથી જ જોવા મળી હતી જયારે આજે વહેલી સવારથી જ વરસાદી ઝાપટા શરુ થઇ ગયા હતા.

સવારથી જ ધીમીધારે વરસાદ વરસતા નોકરી ઓફીસ જતા લોકો અટવાઈ ગયા હતા શહેરના અનેક વિસ્તારમાં ચોમાસા જેવો વરસાદ થયો હતો શહેરમાં અડધાથી એક  ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું પણ માનવામાં આવે છે દિવસભર ધીમીધારે વરસેલા કમોસમી વરસાદમાં વડોદરાવાસીઓએ ભાર શિયાળામાં ચોમાસનો અહેસાસ કર્યો હતો વરસાદની સાથે સાથે ઠંડા પવનોથી ઠંડીમાં પણ વધારો થયો હતો માવઠાની અસરમાં વડોદરા ઠુંઠવાયુ હતું  શહેર-જિલ્લામાં સવારથી જ હિલસ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો ઠંડા પવન સાથે ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોય લોકો પણ ગરમ કપડામાં સજ્જ થઈ ઘરથી બહાર છત્રી સાથે જોવાયા હતા.

માવઠાનો માર, ખેડૂતોને પડતા માથે પાટુ

ફરી એકવાર માવઠાના કારણે ખેતીમાં  વ્યાપક  અસર થશે તેવી ચિંતા જગતના તાતને સતાવી રહી છે આ વરસાદથી શિયાળુ પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે તે પણ  નિશ્ચિત મનાય છે હજુ થોડા દિવસ પહેલા જ થયેલા કમોસમી વરસાદની કળ વળી નથી ત્યાં બીજા માવઠું તો ખેડૂતોની કમર જ ભાંગી નાખશે આમ 20 દિવસમાં બે બે માવઠાનો માર ધરતી પુત્રો માટે તો પડતા માથે પાટુ સમાન છે

હવે,હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે

મંગળવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતુ. અને હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ  સવારથી જ માવઠાની શરૂઆત થઇ હતી જેને પગલે  શહેર જિલ્લાઓમાં વરસાદી હળવા થી ભારે ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આવતી કાલ પણ આ પ્રકારની સ્થિતિ રહેશે  જોકે ત્યારબાદ  ઠંડીનું જોર વધશે અને આવનાર સમયમાં હાડ થીજવી ડે તેવી ઠંડી પડશે તેમ મનાય છે.

માવઠાથી શેહેરી જીવન પ્રભાવિત

દિવસભર વરસાદ ચાલુ રહેતાં નોકરી ધંધા પર જતાં લોકોને મુશ્કેલી પડી હતી. શિયાળો અને ચોમાસાનો માહોલ સાથે હોવાથી લોકોની મુંઝવણમાં વધારો થયો હતો શહેરના રોડ રસ્તાઓ પર પણ કમોસમી વરસાદની અસર જોવા મળી હતી . માવઠાથી જાણે  શેહેરી જીવનને પણ પ્રભાવિત કરી દીધું હોય તેમ રફતારને સ્પીડ મળી ન હતી.

નાગરીકોને સ્વેટર સાથે રેઈનકોટ પહેરવો પડ્યો

શિયાળાના કારણે સવારે નોકરી ધંધે જતા લોકો સ્વેટર કે ગરમવસ્ત્રો પહેરે છે જોકે બુધવારની સવાર વિચિત્ર જ રહી,સવારથી જ વરસાદના હળવા ઝાંપટા શરુ થતા લોકો કન્ફ્યુઝ થઈ ગયાં હતા અને વરસાદ અને ઠંડી બન્ને સાથે હોવાથી કેટલાક લોકોએ ગરમ  કપડા પર રેઈન કોટ પહેર્યો હતો

Most Popular

To Top