વડોદરા: મેટ્રોસીટી અને મેગા સીટીમાં વર્ષોથી સિક્સ લેન રોડ હોય છે છતાં કોઈ દિવસ સાંભળવામાં આવ્યું નથી કે ભૂવો પડ્યો છે. જયારે જાણે આખા ગુજરાતના જ ભુવા ફક્ત વડોદરામાં પડતા હોય એટલી સખ્યામાં જોવા મળે છે. તંત્ર ક્યારેક ઢોરના પાપે ભોગ લે છે તો ક્યારેક ભૂવાના પાપે ભોગ લે છે. નિર્દોષો જીવલેણ અકસ્માતનો ભોગ બને તો તંત્ર સતર્કતા ભરી તપાસ હાથ ધરે છે તેવી મોટી મોટી બાંગ ફુકીને ૪૮ કલાકમાં ઠંડુ પાણી રેડી દે છે અને સમસ્યા પર પડદો નાખી છે. ભૂવો કોઈને ઓળખતા નથી ત્યારે તેમણે જ માર્ગ ઉપર પદાધિકારીઓ કે રાજકારણીઓ ભૂવામાં ગરકાવ થી જાય તો નવાઈ નહિ.
વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીસો મોટી મોટી બાંગ પોકારે છે કે અમે પ્રિમોન્સુનની કામગીરી કરી છે પણ આ વડનગરીના ઝાડ પર જે ભુવા દેખાય છે તે વડોદરા બહારના નથી ફક્ત વડોદરા શહેરના જ ભુવા છે. આ ભુવા પડવાને લઈને કેટલાક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પરંતુ પાલિકાના કોઈ પણ સત્તાધીશોને આ ભૂવાને કારણે કોઈ હાલાકી કરવી પડતી નથી કારણ કે તેમેણ ફક્ત એસી. ગાડીમાં અને બેસવાનું અને ફરવાનું જ ગમે છે તેમને કોઇપણ શહેરીજનોની સમસ્યાથી કોઈ ફરક અધિકારીઓ કે ચૂંટાયેલ પાંખને પણ પડતો નથી.
આમ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ભુવા પડવાથી વડોદરા સંસ્કારી નગરી છે કે ભુવા નગરી તે તો પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોને જ ખબર છે.વડોદરા શહેરના રાજમાર્ગો પર ખાડા ના ગણાય એટલા બધા છે. પણ ભુવા તો વડોદરા શહેરના દરેક રાજમાર્ગો પર જોવા મળી રહ્યા છે. એમાં છેલ્લા એક દાયકાથી વર્ષમાં ગમે ત્યારે મુખ્ય રાજમાર્ગો પર ભુવા પડવાના બનાવ બનવા પામ્યા છે. તેમાં રોડ શાખાનો ભ્રષ્ટાચાર હોય કે પછી પાલિકાની મલાઈદાર મિલીભગત હોય કે પછી શાસક પક્ષોના ચાર હાથ હોય તે કોણે ખબર ?
મોદી અમારા વિસ્તારમાં આવે તો કાયા પલટ થાય
વરસાદ તો હજુ પણ વરસ્યો જ નથી ખાલી થોડો જ વરસાદ વરસ્યો છે ત્યાં તો જે પાલિકા મોટી મોટી વાતો કરે છે પ્રિ મોન્સુનની કામગીરી કરી હતી તેની બાંગો પોકારે છે. તો આ વડોદરા શહેરમાં ગણી શકાય તેટલી સંખ્યામાં ભૂવાઓ પડ્યા છે. પરંતુ આ ભૂવાના કારણે અમુક વાહન ચાલકોનો અકસ્માત થાય છે અને મોટી જાનહાની થાય છે પાલિકાને ફક્ત મોટી મોટી વાતો કરતા જ આવડે છે. જો એકવાર મોદી આ વિસ્તારમાં આવી જાય તો અમારા વિસ્તારની પણ લેપ્રસી મેદાન જેવી કાયાપલટ થઇ જશે.
કમલેશભાઈ પ્રજાપતિ, (સ્થાનિક)
પ્રથમ વરસાદે જ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ
વડોદરા: કોર્પોરેશનની કામગીરીની વરસાદે પ્રિ મોન્સૂન ની કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના અનેક વિસ્તારમાં રોડ રસ્તા ઉપર ભુવા પડેલા જોવા મળી રહ્યા છે. તો વરસાદી ડ્રેનેજ સાફ-સફાઈ ન થતા પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય જવાના, ભુવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન તંત્રની પ્રિ મોન્સૂન ની કામગીરી 31 મેના રોજ પૂર્ણ થઈ જવી જોઈએ તે હજી પણ કામગીરી પૂર્ણ થઇ નથી. શહેરના માંજલપુર , ગાજરાવાડી, ગોરવા, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, વીઆઈપી રોડ, તાંદલજા સહિતના વિસ્તારમાં રોડ ઉપર ભુવા પડેલા જોઈ શકાય છે જેમાં વાહન ચાલકો પડવાની ઘટના પણ બની રહી છે.
તો બીજી બાજુ પ્રિ-મોન્સૂનની કામગીરીનો એક ભાગ એટલે કે વરસાદી ડ્રેનેજ અને વરસાદી કાંસની યોગ્ય સાફ સફાઈ થવી જોઈએ જે થઈ નથી જેને કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાના શરૂ થયા છે ગોરવા વિસ્તારમાં તો હજુ પણ વરસાદી કાંસની કામગીરી અધુરી છે વરસાદી પાણી જવા માટેના બનાવાયેલા કાંસના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે. જો અહીંયા પાણી ભરાય રસ્તા સમાંતર પાણી ભરાય તો રાહદારી વરસાદી કાંસ અને ગટરમાં ગરકાવ થવાની શક્યતા રહેલી છે તંત્ર કહી રહ્યું છે કે પ્રિ મોન્સૂનની કામગીરીમાં ચાર કરોડ જેટલી મતદાર રકમ વાપરવામાં આવી છે. જેમાં વિશ્વામિત્ર નદી નાના મોટા વરસાદી કાંસ શહેરભરની વરસાદી ડ્રેનેજ સાફ સફાઈ સહિત નાના મોટા ભુવાઓ પૂર્યા તો સવાલ એ છે કે પહેલા જ વરસાદે કેમ તંત્રની પોલ ખુલી અને વરસાદી પાણી ભરાઈ રહ્યા છે સાથે વરસાદી ડ્રેનેજ અને કાંસ ના કેમ અધુરા કામ રહી ગયા, ગેંડા સર્કલથી ગોરવા તરફ જતો રસ્તો એક બાજુ બંધ કરી દેવાયો છે કેમકે હજુ વરસાદી કાંસ ખુલ્લો છે તેને ઢાંકવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે આવા સંજોગોમાં કોઈ ખુલા કાંસ માં પડશે અને મોતને આમંત્રણ મળશે તો કોણ જવાબદાર શહેરીજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.