વડોદરા: વડોદરા (Vadodara) શહેરના મકરપુરા પોલીસ મથકના (Makarpura Police Station) એક પોલીસ કર્મી લાંચ (Bribe) લેતા રંગે હાથે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. એસીબીએ (ACB) છટકું ગોઠવી પોલીસ કર્મીનના બે સાથીઓ લાંચ લેવાના મામલામાં રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે કોન્સ્ટેબલને ધરપકડ કરવા તેના ઘરે દરોડા પાડ્યા હતા.
- મકરપુરા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલે લાંચ માંગી
- હેડ કોન્સ્ટેબલે સ્પાનાં સંચાલક પાસે 80 હજારની લાંચ માંગ
- સ્પા સંચાલકે એસીબીને ફરિયાદ કરી
- એસીબીએ પોલીસ કર્મીને ઝડપી પાડવા પ્લાન બનાવ્યો
- છટકું ગોઠવી એસીબીએ પોલીસ કર્મીના બે સાથીને રંગે હાથ ઝડપી પાડ્યા
- પકડાયેલા આરોપીએ હેડ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાની વાત કહી
- કોન્સ્ટેબલને આ મામલે જાણ થતા ફરાર
- ACBએ હેડ કોન્સ્ટેબલના ઘરે દરોડા પાડ્યા
80 હજારની લાંચ લેતા પોલીસ કર્મી સહિત અન્ય બે લોકોની ધરપકડ
મળતી માહિતી અનુસાર મકરાપુર પોલીસ મથકના પોલસ કર્મીએ સ્પા સંચાલક પાસેથઈ માગેલી લાંચના લેવાના મામલામાં એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો. માહિતી અનુસાર ત્રણ દિવસ અગાઉ દંતેશ્વરના એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ વિભાગે દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસે સ્પા સંચાસકને બચાવી લીધો હોવાનો વિવાદ થયો હતો અને આ વિવાદની તપાસ ડીસીપીએ કર હતી. મકરપુરા પોલીસ મથકના કલ્પેશ નંદકિશોર સોનવણે નામના પોલીસ કર્મીએ સ્પા સંચાલકને ધમકી આપતા કહ્યું કે 80 હજાર આપ નહિતર કેસ કરીશ અને મીડિયામાં તને બદનામ કરીશ.
એસીબીએ કોન્સ્ટેબલના ઘરે દરોડા પાડ્યા
પોલીસ કર્મીએ સ્પા સંચાલકને ધમકાવ્યો હતો. તેથી સ્પા સંચાલકે એસીબીનો સંપર્ક કર્યો હતો. અને એસીબીએ પોલીસ કર્મીને રંગે હાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. આ છટકું પોલીસ કર્મી સહિત અન્ય બે વચેટિયાઓ પણ સામેલ હતા. તેથી પોલીસ કર્મી વતી લાંચ લેતા સંજ્ય લક્ષ્મણ ભરવાડ અને પ્રિન્સ રાજકુમાર શર્માને સિલ્વર ઓક કોમ્પ્લેક્સના પાર્કિંગ સામે બોલાવ્યા હતા. લાંચ લીધા બાદ કોન્સ્ટેબલ કલ્પેશ સોનલણેને ફોન કર્યો હતો અને લાંચના પૈસા એમની પાસે રાખવા જણાવ્યું હતું, એસીબીએ બંને વચેટિયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે આ મામલે પોલીસ કર્મીને જાણ થતા તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એસીબીએ કોન્સ્ટેબલ કલ્પેશને ઝડપી પાડવા તેના ઘરે દરોડા પાડ્યા હતા.