Vadodara

વડોદરામાં નોકરીની લાલચ આપીને સુરતની 17 વર્ષીય સગીરા પર આધેડે દુષ્કર્મ ગુજાર્યું

વડોદરા: સુરતની (Surat) સગીરાને નોકરીની (Job) લાલચમાં વડોદરા (Vadodara) બોલાવી દુષ્કર્મ (Rape) આચર્યું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા (Social Media) પરથી નંબર મેળવીને સગીરાએ નોકરી માટે સંપર્ક કરતા નોકરીની લાલચ આપી સુરતની સગીરાને વડોદરા બોલાવ્યા બાદ ભાડાના મકાનમાં લઇને તેના પર આધેડ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસ ગણતરીના કલાકોમાં જ આધેડની ધરપકડ કરી મેકિડલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

શહેરના નિઝામપુરા વિસ્તારમા આવેલી શાસ્ત્રી નગર સોસાયટીમાં રહેતા જયેશ મુકુંદ પટેલ વિદેશમાં સ્થાયી થયા છે અમેરિકાથી વડોદરામાં ફરવા માટે આવ્યા હતા અને પોતાના મકાનમાં પત્ની સાથે રહેતા હતા. તેઓ કોઇ ફર્મ ધરાવતા હોય સુરતી 17 વર્ષી સગારીએ નોકરી માટે તેમનો સંપર્ક કર્યો હતો. જેથી આધેડે તેને નોકરી માટે વડોદરા બોલાવી હતી. જેથી આધેડ સગીરાના મળવા માટે સયાજીગંજ વિસ્તારમાં એક રૂમ ભાડે રાખ્યો હતો. જેથી સગીરા સુરતી આવતા તેને સીધો ભાડાના મકાનમાં લઇ ગયો અ્ને સગીરાના મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો જેની જાણ થતા સગીરાના પિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આધેડની ધરપકડ કરી લીધી હતી. સયાજીગંજ પોલીસ દ્વારા આરોપી અને સગીરાના મેડિકલ કરાવવાની તજવીજ હાધ ધરી છે.

માંજલપુર વિસ્તારમાં યુવક દ્વારા લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
માંજલપુર વિસ્તારમાં રહેતા ચિંદન વિનોદ ઘોરપડેએ યુવતીનો સોશિયલ મીડિયા પરથી સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેની સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. આરોપી યુવતીને હોટલમાં લઇને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. યુવતી સાથે સગાઇ કર્યા બાદ તો઼ડી નાખી હતી. હતી. જેથી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે દુષર્મની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top